🔥 TRENDING आंगनवाड़ी कार्यकर्ताओं ने काम बंद करने... शिवपुरी: अवैध शराब के खिलाफ कार्रवाई,... Dhanyanjaya Aane Officially Chosen to... Bengaluru Residents Protest Over Potho... डाक सेवा ऐप: डिजिटल नवाचार से डाक सेवा... Prabhudeva Opens Mysuru Youth Dasara w...
13 Oct 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

રૂપાખેડામાં યશોધરા વિદ્યાલયના નવા શૈક્ષણિક ભવનનું ભવ્ય ઉદ્ઘાટન

✍️ Reporter: Pankaj Pandit 🗓 13 Oct 2026, 10:15 AM 👁 6
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
રૂપાખેડામાં યશોધરા વિદ્યાલયના નવા શૈક્ષણિક ભવનનું ભવ્ય ઉદ્ઘાટન

ધારાસભ્ય મહેશભાઈ ભૂરીયાની આગેવાનીમાં ભારતીય સંસ્કૃતિ અને પરંપરા મુજબ ઉદ્ઘાટન સમારોહ યોજાયો : કૃષિ મંત્રી રમેશ કટારા અને સાંસદ જશવંતસિંહ ભાભોરના હસ્તે ઉદ્ઘાટન

પંકજ પંડિત
ઝાલોદ

સહયોગ વિવિધલક્ષી વિકાસ ટ્રસ્ટ, દાહોદ સંચાલિત યશોધરા માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક વિદ્યાલય, રૂપાખેડા ખાતે નવા શૈક્ષણિક ભવનનું ભવ્ય ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રી રમેશભાઈ કટારા તથા દાહોદ લોકસભાના સાંસદ જશવંતસિંહ એસ. ભાભોરના હસ્તે ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. સમગ્ર કાર્યક્રમનું આયોજન ઝાલોદના ધારાસભ્ય મહેશભાઈ એસ. ભૂરીયાની આગેવાનીમાં કરવામાં આવ્યું હતું.
ઉદ્ઘાટન પ્રસંગે સૌપ્રથમ 151 બાળિકાઓ દ્વારા આમંત્રિત મહેમાનોનું તિલક કરી ભારતીય પરંપરા મુજબ ભાવભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું. ત્યારબાદ ઢોલ-નગારાના તાલે મહેમાનોને વાજતે-ગાજતે નવા શૈક્ષણિક ભવનના ઉદ્ઘાટન સ્થળે લઈ જવામાં આવ્યા હતા.
ધારાસભ્ય મહેશભાઈ ભૂરીયાની આગેવાનીમા ભારતીય સંસ્કૃતિ અને હિન્દુ પરંપરા અનુસાર પૂજા-અર્ચના કરવામાં આવી હતી. ત્યારબાદ કૃષિ મંત્રી રમેશભાઈ કટારા અને સાંસદ જશવંતસિંહ ભાભોરના હસ્તે ઉદ્ઘાટન તકતીનું અનાવરણ તેમજ રિબન કાપી નવા શૈક્ષણિક ભવનનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું.
ઉદ્ઘાટન બાદ યોજાયેલા સમારોહમાં દીપ પ્રાગટ્ય, પ્રાર્થના તથા સ્વાગતવિધિ સાથે વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાયા હતા. વિદ્યાર્થીઓ દ્વારા વિવિધ સાંસ્કૃતિક કૃતિઓ રજૂ કરવામાં આવી હતી. સુંદર રજૂઆત કરનાર વિદ્યાર્થીઓને પ્રોત્સાહનરૂપે રોકડ ઇનામ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા.

*આધુનિક સુવિધાઓથી સજ્જ બન્યું શૈક્ષણિક સંકુલ*

સરસ્વતીના ધામ સમાન આ શૈક્ષણિક સંકુલમાં અંદાજે 6 મોટા વર્ગખંડો, આધુનિક કમ્પ્યુટર તાલીમ તેમજ ટેકનોલોજીના ઉપયોગ સાથે શૈક્ષણિક સુવિધાઓ વિકસાવવામાં આવી છે. નવા ભવનના કારણે રૂપાખેડા સહિત આસપાસના વિસ્તારના સ્થાનિક વિદ્યાર્થીઓને ગુણવત્તાયુક્ત શિક્ષણ મેળવવામાં વધુ સુવિધા અને લાભ મળશે.
સમારોહમાં ઉપસ્થિત મહેમાનોએ નવા શૈક્ષણિક સંકુલની સુવિધાઓની સરાહના કરી હતી અને સ્થાનિક વિદ્યાર્થીઓ તથા વાલીઓને આ આધુનિક શૈક્ષણિક સંકુલનો વધુમાં વધુ લાભ લેવા અનુરોધ કર્યો હતો.
ધારાસભ્ય મહેશભાઈ ભૂરીયાની વિશેષતા છે કે તેઓ ભારતીય સંસ્કૃતિ, પરંપરા અને ધાર્મિક રીત-રિવાજોને પ્રાધાન્ય આપતા તેઓ દરેક શુભ કાર્યમાં ભારતીય પરંપરા મુજબની વિધિને અનુસરતા હોવાનું પણ આ પ્રસંગે જોવા મળ્યું હતું.
આ પ્રસંગે જિલ્લા પંચાયત પ્રમુખ ગમાબેન એ. મોહનિયા, દાહોદ જિલ્લા પોલીસ અધિક્ષક રવિરાજસિંહ જાડેજા IPS, દાહોદના ધારાસભ્ય કનૈયાલાલ બી. કિશોરી, મહામંડલેશ્વર જગદીશદાસ મહંતશ્રી, જિલ્લા વિકાસ અધિકારી હિરેન બારોઢ IAS, ગરબાડાના ધારાસભ્ય મહેન્દ્રભાઈ આર. ભાભોર, દાહોદ જિલ્લા ભાજપ પ્રમુખ સ્નેહલ વિજયકુમાર ધરીયા સહિત ભાજપ સંગઠનના અગ્રણીઓ, વિવિધ વિભાગોના અધિકારીઓ, તાલુકા સભ્યો, સરપંચો, શિક્ષકો તથા મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.
📲Get App