🔥 TRENDING भोर पोलिसांकडून ५ कोटींच्या व्हेल माशा... રાજકોટ:-રતનપર ના પાટિયા પાસે આવેલા સીએ... ୟୁକେ ମହାବୀର କଲେଜରେ ସାଇନ୍‌ ଏ ଡାଏ ଘୋଷଣା ରାଜଧାନୀ ମହାବିଦ୍ୟାଳୟରେ ୨୯ ପଦବୀରୁ ୨୦ଟିରେ... ଗ୍ୟାସ ଟାଙ୍କି ଫାଟି ଜଣଙ୍କର ମୃତ୍ୟୁ गोविंदगढ़ के रामबास में आग का तांडव दो...
12 Oct 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
Local

માતાના મઢ પદયાત્રા માર્ગ પર ૨૫ ટીમો દ્વારા મહા સફાઈ અભિયાનનો પ્રારંભ

✍️ Reporter: Rameshbhai Ven 🗓 12 Oct 2026, 11:04 AM 👁 14
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

નવરાત્રિ દરમિયાન પદયાત્રીઓની સેવા બાદ માતાના મઢ પદયાત્રા માર્ગ પર હવે વહીવટી તંત્ર દ્વારા સફાઈ ઝુંબેશ શરૂ કરાયો છે. નખત્રાણા અને લખપત તાલુકાની કુલ ૨૫ ટીમો આ કામગીરીમાં જોડાઈ છે.

માતાના મઢ ખાતે નવરાત્રિ દરમિયાન પદયાત્રીઓ માટે ઉભા કરાયેલા સેવા કેમ્પો બાદ હવે વહીવટી તંત્ર દ્વારા મહા સફાઈ ઝુંબેશ હાથ ધરવામાં આવ્યો છે. આ ઝુંબેશનો ઉદ્દેશ્ય પદયાત્રા માર્ગને સ્વચ્છ રાખવાનો છે.

નખત્રાણા પ્રાંત અધિકારી શ્રી ઉત્કર્ષ ઉજ્જવલની સૂચના અને માર્ગદર્શન હેઠળ આ સફાઈ અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે. જેમાં નખત્રાણા તાલુકામાં ૨૦ અને લખપત તાલુકામાં ૫ મળી કુલ ૨૫ ટીમો સફાઈ કામગીરીમાં જોડાઈ છે. આ ટીમો દેશલપરથી લીફરી સુધીના પદયાત્રા માર્ગ પર આવેલા સેવા કેમ્પો અને તેની આસપાસના વિસ્તારોમાં સફાઈ કરશે.

વહીવટી તંત્ર દ્વારા કેમ્પ સંચાલકોને કેમ્પ પૂર્ણ થયાના ૨૪ કલાકમાં સફાઈ કામગીરી પૂર્ણ કરવા માટે સૂચના આપવામાં આવી છે. સંબંધિત અધિકારીઓ રૂટ પ્રમાણે કામગીરીનું નિરીક્ષણ કરશે. આ અભિયાન અંતર્ગત સૌથી સ્વચ્છ પાંચ સેવા કેમ્પોને વહીવટી તંત્ર દ્વારા સન્માનિત પણ કરવામાં આવશે.
📲Get App