🔥 ट्रेंडिंग રાજકોટ નવરાત્રીમાં લવ જેહાદના પોસ્ટર લ... बार्डा वन को एशियाई शेरों के संभावित द... बेंगलुरु पुलिस कमिश्नर कार्यालय के पास... सुज़लॉन ने गुजरात, कर्नाटक और तमिलनाडु... के-सेट परीक्षा आज कर्नाटक के 11 जिलों... ਮੀਂਹ ਨਾਲ ਭਾਰੀ ਗਰਮੀ ਤੋਂ ਮਿਲੀ ਰਾਹਤ
11 अक्टू. 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
अपराध

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં ગેરકાયદે બાંધકામની ૨૧ ફાઈલો ગુમ, એસ્ટેટ વિભાગ સામે સવાલો

✍️ रिपोर्टर: Chauhan Dolatsinh Jetsinh 🗓 11 अक्टू. 2026, 11:34 AM 👁 17
शेयर करें: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના એસ્ટેટ વિભાગમાં શાહપુર વોર્ડની ગેરકાયદેસર બાંધકામ સંબંધિત ૨૧ ફાઈલો ગુમ થતાં તંત્રમાં દોડધામ મચી છે. આ મામલે વહીવટી વ્યવસ્થા સામે પ્રશ્નો ઊભા થયા છે.

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC)ના એસ્ટેટ વિભાગની કામગીરી ફરી વિવાદમાં આવી છે. મધ્ય ઝોનના શાહપુર વોર્ડમાં ગેરકાયદેસર બાંધકામ સંબંધિત ૨૧ જેટલી ફાઈલો ગુમ હોવાનું સામે આવતાં મ્યુનિસિપલ તંત્રમાં ખળભળાટ મચી ગયો છે.

ગેરકાયદેસર બાંધકામના કેસો સાથે સંકળાયેલી મૂળ ફાઈલો અને મહત્ત્વના દસ્તાવેજો ઉપલબ્ધ ન હોવાની બાબતને પગલે વહીવટી વ્યવસ્થાની કાર્યપદ્ધતિ સામે પણ ગંભીર પ્રશ્નો ઊભા થયા છે. આ મામલે બેદરકારી છે કે કોઈ ષડયંત્ર, તે અંગે જવાબદારી નક્કી કરવાની માગણી પણ ઉઠી રહી છે.

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના ડેપ્યુટી એસ્ટેટ ઓફિસરે આ મામલે તમામ ખાતાઓના અધિકારીઓ અને કર્મચારીઓને પત્ર લખીને ગુમ થયેલી ફાઈલો તાત્કાલિક શોધવા માટે સૂચના આપી છે. પત્રમાં જણાવ્યા અનુસાર, એસ્ટેટ અને નગર વિકાસ વિભાગ, મધ્ય ઝોનની કચેરીમાં સી-શેડના વિવિધ કેસ નંબરની મૂળ ફાઈલો તથા સંબંધિત દસ્તાવેજો ગુમ થયા છે.
📲Get App