🔥 ट्रेंडिंग शिवपुरी: मुद्रा योजना के सहारे अमन मित... આનંદ એલ. સી .બી . ની મોટી કાર્યવાહી નવ... बिहार में सड़क दुर्घटना में दो की मौत,... Mata rani ki sthapna gram imaliyanaren... देवरिया के अहिल्यापुर में मां के स्थान... जारंग ईस्ट से जारंग शिव मंदिर तक निकली...
11 अक्टू. 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

મુન્દ્રાના કાંડાગરા ગામે ગાંજાનો મોટો જથ્થો ઝડપાયો

✍️ रिपोर्टर: PARAG CHAUHAN 🗓 11 अक्टू. 2026, 08:38 PM 👁 15
शेयर करें: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
બાવાજી લેબર કોલોનીની ઓરડીમાંથી 31 કિલો ગાંજો મળી આવ્યો; રૂ. 15.54 લાખના મુદ્દામાલ સાથે બે આરોપી પકડાયા
મુન્દ્રા તાલુકાના કાંડાગરા ગામે આવેલી બાવાજી લેબર કોલોનીમાં પશ્ચિમ કચ્છ ભુજ એસઓજી (SOG) દ્વારા કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.

બાવાજી કોલોનીની એક ઓરડીમાંથી 31 કિલો ગાંજો મળી આવતાં પોલીસે કુલ રૂ. 15,54,000ના મુદ્દામાલ સાથે બે આરોપીઓને ઝડપી પાડ્યા હતા.

આ કાર્યવાહી દરમિયાન ગાંજાનો જથ્થો મળી આવતાં પોલીસ દ્વારા બંને આરોપીઓ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. ગાંજાનો જથ્થો ક્યાંથી લાવવામાં આવ્યો હતો અને તેની હેરફેરમાં અન્ય કોઈની સંડોવણી છે કે કેમ તે દિશામાં વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે.
📲Get App