🔥 TRENDING Saraswati Cycle Yojana Aids Chhattisga... फर्रुखाबाद के भुवनपुर में नव विवाहिता... ਫਾਜ਼ਿਲਕਾ ''ਚ ਵੱਡੀ ਵਾਰਦਾਤ Police Recover Four Weapons, 32 Cartri... Ujjain Witnesses Rare Gajchhaya Yoga o... अयोध्या की ग्रामीण महिलाओं ने सोलर ऊर्...
10 Oct 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

બાકી મોટર વાહન કર ૭ દિવસમાં નહીં ભરાય તો વાહન બ્લેકલિસ્ટ અને મિલકત પર સરકારી બોજો લાગશે

✍️ Reporter: Sodha Gourangbhai 🗓 10 Oct 2026, 09:22 AM 👁 19
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
બાકી મોટર વાહન કર ૭ દિવસમાં નહીં ભરાય તો વાહન બ્લેકલિસ્ટ અને મિલકત પર સરકારી બોજો લાગશે

અમરેલી ૦૯ ઓક્ટોબર
અમરેલી પ્રાદેશિક વાહન વ્યવહાર કચેરી, દ્વારા લાંબા સમયથી બાકી મોટર વાહન વેરો ન ભરનારા વાહન માલિકો માટે સૂચના જાહેર કરવામાં આવી છે. અગાઉ નોટિસો પાઠવવામાં આવી હોવા છતાં ટેક્ષ ન ભરનારા વાહન માલિકોને ૭ (સાત) દિવસમાં ટેક્ષ, દંડ તથા વ્યાજ સહિતની સંપૂર્ણ બાકી રકમ સ્વૈચ્છિક રીતે ભરી દેવા તાકીદ કરવામાં આવી છે. જો નિયત સમયમર્યાદામાં આ રકમ ભરપાઈ કરવામાં નહીં આવે તો વહીવટી પ્રક્રિયાના ભાગરૂપે કડક કાયદાકીય પગલાં લેવાશે, જેમાં વાહનને VAHAN પોર્ટલ પર બ્લેકલિસ્ટ કરી વાહન ટ્રાન્સફર, ફિટનેસ, પરમિટ, NOC અને હાઇપોથેકેશન સહિતની તમામ ઓનલાઈન સેવાઓ સ્થગિત કરી દેવાશે.

આ ઉપરાંત, બાકીદાર વાહન માલિકોના વાહનોને ડિટેઈન કરી સરકારી લેણાંની વસૂલાત અર્થે તેની જાહેર હરાજી કરવાની પ્રક્રિયા પણ હાથ ધરવામાં આવી શકે છે. એટલું જ નહીં, ગુજરાત જમીન મહેસૂલ અધિનિયમની પ્રવર્તમાન જોગવાઈઓ અનુસાર, સરકારી લેણાંની વસૂલાત માટે બાકીદાર વાહન માલિકોની સ્થાવર મિલકત જેવી કે જમીન, મકાન કે દુકાન વગેરેના સરકારી દસ્તાવેજો પર કચેરીના બાકી લેણાં પેટે "સરકારી બોજો" નોંધવાની મહેસૂલી રાહે વહીવટી પ્રક્રિયા હાથ ધરવાની ફરજ પડશે. આથી, ભવિષ્યની મહેસૂલી અને કાનૂની કાર્યવાહી, ઓનલાઈન સેવાઓ પરના પ્રતિબંધો તેમજ નાણાકીય નુકસાની કે અસુવિધાથી બચવા માટે RTO કચેરી દ્વારા ત્વરિત ધોરણે સ્વૈચ્છિક ભરણું કરવા અનુરોધ કરાયો છે.

મોટર વાહન કરની ગણતરી કે બાકી રકમની વિગત અંગે કોઈ પણ પ્રશ્ન હોય, તો કચેરી સમય દરમિયાન પ્રાદેશિક વાહન વ્યવહાર કચેરી, અમરેલીનો રૂબરૂ સંપર્ક કરવાનો રહેશે, જ્યાં કચેરી તરફથી જરૂરી તમામ માર્ગદર્શન અને સહાયતા પૂરી પાડવામાં આવશે. તેમ અમરેલી પ્રાદેશિક વાહનવ્યવહાર અધિકારીની યાદીમાં જણાવવામાં આવ્યું છે.
📲Get App