🔥 TRENDING Kiren Rijiju Meets Olympic Medallist M... Assam Congress Issues Show-Cause Notic... Gurugram Bike Theft: Manager From Raja... गादाणा में मुख्यमंत्री जल स्वावलम्बन य... જવાહર: જરોડમાં ગુજરાત C.A.T.S. દ્વારા... Himanta Biswa Sarma to Honour Bhupen H...
27 Nov 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
Local

અમદાવાદ: મેયરના હસ્તે ‘વિકસિત ગુજરાતથી વિકસિત ભારત’ પ્રદર્શનનો શુભારંભ

✍️ Reporter: Kalpeshkumar Narayanbhai Panchal 🗓 10 Oct 2026, 08:20 AM 👁 93
Watch on: ▶️ YouTube
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

અમદાવાદના ખોખરા ખાતે મેયર શ્રી હિતેશભાઈ બારોટના હસ્તે ‘વિકસિત ગુજરાતથી વિકસિત ભારત’ પ્રદર્શનનો શુભારંભ કરવામાં આવ્યો છે. આ પ્રદર્શન વડાપ્રધાન નરેન્દ્ર મોદીની નેતૃત્વ અને વિકાસયાત્રાને દર્શાવે છે.

અમદાવાદના ખોખરા સ્થિત શ્યામ પ્રસાદ વસાવડા કોમ્યુનિટી હોલ ખાતે ‘વિકસિત ગુજરાતથી વિકસિત ભારત’ નામના પ્રદર્શનનો શુભારંભ શહેરના મેયર શ્રી હિતેશભાઈ બારોટના હસ્તે કરવામાં આવ્યો. આ પ્રસંગે સાંસદ શ્રી દિનેશભાઈ મકવાણા પણ ઉપસ્થિત રહ્યા હતા.

આ મલ્ટિમીડિયા પ્રદર્શન દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીની છેલ્લા 25 વર્ષની નેતૃત્વ યાત્રા અને તેમના દ્વારા થયેલા વિકાસ કાર્યોને દર્શાવે છે. પ્રદર્શનમાં વડાપ્રધાન મોદીની મુખ્યમંત્રીથી લઈને પ્રધાનમંત્રી સુધીની સફરને રસપ્રદ રીતે રજૂ કરવામાં આવી છે.

પ્રદર્શનનું મુખ્ય આકર્ષણ 4 મિનિટનું વર્ચ્યુઅલ રિયાલિટી (VR) અને હોલોગ્રામ શો છે, જે વડાપ્રધાન મોદીની વિકાસયાત્રાને જીવંત બનાવે છે. નાગરિકો આ પ્રદર્શનનો લાભ 17 ઓક્ટોબર સુધી સવારે 8 વાગ્યાથી રાત્રે 10 વાગ્યા સુધી વિનામૂલ્યે લઈ શકશે.
📲Get App