વૌવા કચ્છ ઘડુલી હાઈવે બન્યો રોડના અસહ્ય ધોવાણ અને બેદરકારીથી અકસ્માતોની વણઝાર, તાત્કાલિક કામગીરી શરૂ કરવા ઉગ્ર માંગ

સાંતલપુર
સાંતલપુર વિસ્તારમાંથી પસાર થતો વૌવા થી કચ્છ ઘડુલી તરફ જતો મુખ્ય માર્ગ હાલ અત્યંત દયનીય અને જોખમી સ્થિતિમાં ફેરવાઈ ગયો છે. આ સિંગલ પટ્ટી રોડ પર વહીવટી તંત્ર અને માર્ગ-મકાન વિભાગની ઘોર બેદરકારીના કારણે અવારનવાર ગંભીર અકસ્માતો સર્જાઈ રહ્યા છે અને નિર્દોષ લોકોએ જીવ ગુમાવવાનો વારો આવી રહ્યો છે.
આ રોડની વર્તમાન સ્થિતિ અત્યંત દયનીય છે:
એક બાજુ ઊંડા ખાડા અને ખોદકામ: રોડની એક બાજુ લાંબો સમયથી રસ્તો ખોદેલો પડ્યો છે, જ્યારે બીજી બાજુ ખેતરો આવેલા છે, જેના કારણે વાહનચાલકોને સાઈડ આપવી પણ મુશ્કેલ બને છે.
રોજિંદા અકસ્માતો: રોડની સાંકડી પટ્ટી અને અધૂરા તથા ખોવાયેલા કામોના લીધે વાહનચાલકો પટકાઈ રહ્યા છે. થોડા સમય અગાઉ જ વૌવા ગામના એક મહારાજને આ રોડ પર ગંભીર અકસ્માત નડ્યો હતો, અને આજે વધુ એક અકસ્માતમાં ગાયને અજાણ્યા વાહને અડફેટે લેતા અકસ્માત સર્જાયો હતો.
આ વિસ્તારના રાહદારીઓ, ખેડૂતો અને વાહનચાલકો ભારે મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. રાત્રિના સમયે અંધારા અને અધૂરા રોડના કારણે અકસ્માતોનું પ્રમાણ વધી ગયું છે.
સ્થાનિક જનતા અને અગ્રણીઓ દ્વારા સરકાર તથા સંબંધિત તંત્રને ઉગ્ર અપીલ કરવામાં આવે છે કે:
વૌવા થી કચ્છ ઘડુલી રોડના કામને વહેલી તકે મંજૂર કરી, ડબલ પટ્ટી કે મજબૂત કામ યુદ્ધના ધોરણે શરૂ કરવામાં આવે.
રોડ પરના ખોદાયેલા ભાગને સરખો કરવામાં આવે અથવા તાત્કાલિક ધોરણે રીપેરીંગ કરવામાં આવે જેથી વધુ જાનહાનિ અટકાવી શકાય.
જો આ મામલે તંત્ર દ્વારા વહેલી તકે કોઈ નક્કર પગલાં લેવામાં નહીં આવે, તો સ્થાનિક લોકો દ્વારા ઉગ્ર આંદોલન કરવાની ફરજ પડશે.