🔥 ट्रेंडिंग राष्ट्रपति की हिमाचल यात्रा के बाद दिल... उत्तarakhand की उद्योग‑मित्र नीतियों स... उत्तarakhand के मुख्यमंत्री धामी ने ना... उत्तarakhand में 29,000 से अधिक नई MSM... दिल्ली में स्वास्थ्य, एक्साइज और ट्रां... नर्सिंग शिक्षणाला बळकटी, 23 परिचर्या म...
09 अक्टू. 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
राजनीति

સાબરકાંઠા જિલ્લા કોંગ્રેસ દ્વારા 'લોકશાહી બચાવો' અંતર્ગત પ્રેસ વાર્તાનું આયોજન..

✍️ रिपोर्टर: Shahbuddin A Shiroya 🗓 08 अक्टू. 2026, 11:00 PM 👁 21
शेयर करें: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

સાબરકાંઠા જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા 'લોકશાહી બચાવો' અને 'કાળો દિવસ' નિમિત્તે એક પ્રેસ વાર્તાનું આયોજન કરવામાં આવ્યું, જેમાં વિધાનસભા વિપક્ષના નેતા ડોકટર તુષારભાઈ ચૌધરી ઉપસ્થિત રહ્યા..

સાબરકાંઠામાં-:
કોંગ્રેસ સમિતિ દ્વારા આજે લોકશાહી બચાવો અને કાળો દિવસ અંતર્ગત એક વિશેષ પ્રેસ વાર્તાનું આયોજન કરવામાં આવ્યું હતું.આ પત્રકાર પરિષદ હિંમતનગર સ્થિત જિલ્લા કોંગ્રેસ કાર્યાલય ખાતે યોજાઈ હતી..

આ કાર્યક્રમમાં વિધાનસભા વિપક્ષના નેતા અને પૂર્વ કેન્દ્રીય મંત્રી ડોકટર તુષારભાઈ ચૌધરી સાહેબની વિશેષ ઉપસ્થિતિ રહી હતી.તેમણે પત્રકારો સમક્ષ વિવિધ મુદ્દાઓ પર પોતાના વિચારો વ્યક્ત કર્યા હતા.આ પ્રેસ વાર્તાનો મુખ્ય ઉદ્દેશ લોકશાહીના મૂલ્યોનું રક્ષણ અને દેશમાં ચાલી રહેલી વર્તમાન પરિસ્થિતિ અંગે જાગૃતિ ફેલાવવાનો હતો.
📲Get App