🔥 TRENDING भाजपा उत्तर प्रदेश पिछड़ा वर्ग मोर्चा... Mizoram Records First Leadless Pacemak... குடியாத்தம் நகராட்சி வளாகத்தில் மலை போ... Customs Seize 54,000 Foreign Cigarette... સુરતમાં 8 ઓક્ટોબર રોજ જનરેલી: ચૂંટણી પ... Grandfather's 'Accidental' Shooting Re...
06 Oct 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

બનાસકાંઠાના થરાદમાં અંગત અદાવતને લઈને ધોળા દિવસે અસામાજિક તત્વોએ આતંક મચાવ્યો હોવાની ઘટના સામે આવી છે.

✍️ Reporter: Parmar Sanjay MADHUBHAI 🗓 06 Oct 2026, 09:22 PM 👁 9
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

બનાસકાંઠાના થરાદમાં અંગત અદાવતને લઈને ધોળા દિવસે અસામાજિક તત્વોએ આતંક મચાવ્યો હોવાની ઘટના સામે આવી છે.

બનાસકાંઠાના થરાદમાં અંગત અદાવતને લઈને ધોળા દિવસે અસામાજિક તત્વોએ આતંક મચાવ્યો હોવાની ઘટના સામે આવી છે. મીડિયા અહેવાલો મુજબ બે જૂથો વચ્ચે ચાલી રહેલી જૂની અદાવતે ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યું હતું.
આ દરમિયાન કેટલાક શખ્સો Thar અને Swift કારમાં સવાર થઈ રહેણાંક વિસ્તારમાં પહોંચ્યા હતા અને પૂરઝડપે વાહનો દોડાવી ફિલ્મી સ્ટાઈલમાં ઉત્પાત મચાવ્યો હતો. હાથમાં ધોકા અને લાકડીઓ જેવા હથિયારો સાથે આવેલા શખ્સોએ જાહેરમાં પાર્ક કરાયેલા બાઈક સહિતના વાહનોમાં તોડફોડ કરી હોવાના અહેવાલો છે.
સમગ્ર ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થતા થરાદમાં કાયદો અને વ્યવસ્થાને લઈને સવાલો ઉઠી રહ્યા છે. ધોળા દિવસે બનેલી આ ઘટનાને પગલે સ્થાનિકોમાં ભય અને રોષનો માહોલ જોવા મળી રહ્યો છે. સમગ્ર મામલે પોલીસ દ્વારા તપાસ અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે કે કેમ તે અંગેની વિગતો સામે આવવાની બાકી છે.
📲Get App