🔥 TRENDING NDA Tensions in Bihar: Three MLAs Back... Bihar vs Uttar Pradesh: Key Difference... From Bihar Village to Berkeley: Vashis... Understanding Maharashtra’s Drought: W... Fadnavis Unveils BMC's 'Participate Mu... Maharashtra FDA Commissioner lauds IAS...
06 Oct 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
Local

જૂનાગઢમાં મીરાનગર અને આસપાસના વિસ્તારોમાં રહેણાંક મકાનોના બાંધકામ પર વિરોધ, 'અશાંત ધારો' લાગુ કરવાની માંગ

✍️ Reporter: Gadhiya Sudipbhai 🗓 06 Oct 2026, 05:18 PM 👁 20
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

જૂનાગઢમાં મીરાનગર, પ્રણામીનગર, રાજદીપ અને પૃથ્વી પાર્કના રહેવાસીઓએ કલેક્ટર કચેરીમાં ભેગા થઈ 'અશાંત ધારો' લાગુ કરવાની માંગ કરી, રહેણાંક મકાનોના બાંધકામ પર વિરોધ વ્યક્ત કર્યો.

જૂનાગઢમાં નવી કલેક્ટર કચેરીથી લઈને બાયપાસ અને ઝાંઝરડા ચોકડી સુધીના વિસ્તારમાં રહેણાંક મકાનોના બાંધકામને લઈને વિરોધ વ્યાપક બન્યો છે.

મીરાનગર, પ્રણામીનગર, રાજદીપ અને પૃથ્વી પાર્ક સહિત અનેક સોસાયટીઓના સ્થાનિક રહીશો અને મોટી સંખ્યામાં હિન્દુ પરિવારો આજે કલેક્ટર કચેરી ખાતે એકઠા થયા હતા અને ઉગ્ર સૂત્રોચ્ચાર કર્યા હતા.

વિસ્તારમાં શાંતિ જળવાઈ રહે અને તહેવારો યોગ્ય રીતે ઉજવી શકાય તે માટે સ્થાનિકોએ એકસૂરે આ વિસ્તારમાં વહેલી તકે 'અશાંત ધારો' (Disturbed Areas Act) લાગુ કરવાની માંગ કરી છે. આ અંગે કલેક્ટર, એસપી અને મ્યુનિસિપલ કમિશનરને આવેદનપત્ર પાઠવીને સરકાર સત્વરે યોગ્ય નિર્ણય લે તેવી ઉગ્ર માંગ ઉઠાવવામાં આવી છે.
📲Get App