🔥 TRENDING Delhi Police Confirm Viral Groping Vid... Delhi CM Explains New Pollution Contro... Delhi to Experience Light Showers; Hea... Haryana Extends School Affiliation Dea... Masked intruder slashes teen girl's th... Haryana Open School Announces October...
06 Oct 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

ધાંગધ્રા વીરમગામ હાઈવે પર બોલેરો કેમ્પર અને ટ્રક વચ્ચે અકસ્માત બોલેરો ચાલક સહિત બે વ્યક્તિને સામાન્ય ઈજાઓ, સદનસીબે જાનહાની ટળી

✍️ Reporter: Gilani Asikali 🗓 06 Oct 2026, 11:30 AM 👁 32
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
આજે રોજ સવારના સમયે ધાંગધ્રા-વીરમગામ હાઈવે ઉપર ધાંગધ્રા તરફથી આવી રહેલી તથા વીરમગામ તિરંગા સર્કલ તરફ જઈ રહેલી કાળા કલરની બોલેરો કેમ્પર ગાડી નંબર GJ 36 X 6099 વચ્ચે અકસ્માત સર્જાયો હતો.
મળતી માહિતી મુજબ બોલેરો કેમ્પરનો ચાલકે સ્ટિયરિંગ પરથી કાબૂ ગુમાવતા રોડ ઉપર ઊભેલા ટ્રક સાથે અથડાયો હતો. અકસ્માતમાં બોલેરો કેમ્પરનો ચાલક તથા અન્ય એક ઈસમને કપાળના ભાગે સામાન્ય ઈજાઓ થઈ હતી.સદનસીબે આ અકસ્માતમાં કોઈ જાનહાની થઈ નથી. અકસ્માત વડગાસ કાંકરાવાડી ગામના પાટિયા વચ્ચે હાઈવે ઉપર શિવ શક્તિ રાયકા હોટલ, રાજસ્થાની સામે થયો હોવાનું જાણવા મળ્યું છે.અકસ્મતને પગલે થોડા સમય માટે હાઈવે ઉપર વાહનવ્યવહારને અસર થઈ હતી. ઘટનાની જાણ થતાં સ્થાનિક લોકો ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. રિપોર્ટર આસીક અલી ગીલાણી વિરમગામ
📲Get App