🔥 TRENDING वाराणसी के लालपुर‑पाण्डेयपुर थाना में... सातारा पोलीस ठाण्याच्या हद्दीत चोरट्या... डॉ भिम राव अंबेडकर जयंती राजस्थानमधील कोटा-उदयपूर राष्ट्रीय महा... महाराष्ट्र राज्यव्यापी विशेष सत्यशोधक... નવી ઊર્જા, નવો સંચાર અને નવા સંકલ્પ સા...
22 Nov 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
જૂનાગઢમાં વીજ શોર્ટસર્કિટમાં પીએજિવીસીએલ સહાયક લાઇનમેનનું કરુણ મૃત્યુ
Local

જૂનાગઢમાં વીજ શોર્ટસર્કિટમાં પીએજિવીસીએલ સહાયક લાઇનમેનનું કરુણ મૃત્યુ

✍️ Reporter: SUDIP GADHIYA 🗓 05 Oct 2026, 11:50 PM 👁 559
Watch on: ▶️ YouTube
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

ગત રાત્રે ૧૧ વાગ્યે વીજળીની ખામી સુધારવા જતા પીએજિવીસીએલ સહાયક લાઇનમેન આર.સી. માલને શોર્ટ સર્કિટથી ગંભીર કરંટ લાગ્યો અને સવારે ૫ વાગ્યે મૃત્યુ પામ્યો.

ગત રાત્રે ૧૧ વાગ્યે, જૂનાગઢના મેંદરડા વિસ્તારમાં વીજળીનો ફોલ્ટ સુધારવા પીએજિવીસીએલ (PGVCL) ના સહાયક લાઇનમેન આર.સી. માલને કામ માટે મોકલવામાં આવ્યા. તેઓએ સડર ફીડર બંધ થયેલ છે એમ સમજીને ગુંદાળા ફીડરની ચાલુ લાઇન પર ચડી ગયા, જેના કારણે ભારે શોર્ટ સર્કિટ અને ગંભીર કરંટ લાગ્યો.

મૃતક આર.સી. માલ, દાહોદ જિલ્લામાં આવેલ સંતરામપુરના વતની,ને ૧૦૮ એમ્બ્યુલન્સ દ્વારા તાત્કાલિક જૂનાગઢ હોસ્પિટલ લઈ જવામાં આવ્યા. ત્યાં ફરજિયાત તબીબોએ સવારે ૫ વાગ્યે તેમની મૃત્યુની પુષ્ટિ કરી.

મૃતકના પરિવારજનો બેદરકારી દર્શાવનાર વ્યક્તિઓ સામે કડક પોલીસ ફરિયાદની માંગણી કરી રહ્યા છે. ન્યાય ન મળે ત્યાં સુધી તેઓ મૃતદેહ સ્વીકારવામાં સ્પષ્ટ ઇનકાર વ્યક્ત કરે છે.
📲Get App