🔥 TRENDING Suvendu Adhikari accuses Mamata Banerj... West Bengal CM Mamata Banerjee condemn... BJP Targets Muslim‑Majority Rejinagar... SC Commission Issues 15-Day Ultimatum... Clash at Jamni Gram Sabha in Alirajpur... 115वें लक्खी मेले में अमन गौतम का भव्य...
04 Oct 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
Local

મોબાઈલના દુષણ સામે જાગૃતિ: બાળકોને મહાનુભાવોના જીવનચરિત્રો ભેટ અપાયા

✍️ Reporter: Gadhiya Sudipbhai 🗓 04 Oct 2026, 03:45 PM 👁 21
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

શ્રી ભરતભાઈ શાહ દ્વારા તેમના પિતાશ્રીના શ્રાદ્ધ પ્રસંગે બાળકોને મોબાઈલના દુષણથી દૂર રાખી રાષ્ટ્રીય ઘડવૈયાઓના જીવનચરિત્રો વાંચવા પ્રેરણા અપાઈ. આ અભિયાન દ્વારા બાળકોમાં સકારાત્મક વિચારો રોપવાનો પ્રયાસ કરાયો.

આ અભિયાનમાં સહયોગ આપી રહેલા મિત્રોના બાળકો માટે પણ પુસ્તકોની વ્યવસ્થા કરવામાં આવી રહી છે. શ્રી ભરતભાઈ શાહે જણાવ્યું કે, બાળકો દેશનું ભવિષ્ય છે અને તેમને ભારતના મહાનુભાવો, વીર રાજા-રાજવીઓ, યોદ્ધાઓ, વીરાંગનાઓ, ઋષિમુનિઓ, સંત-મહંતો, ક્રાંતિકારીઓ, સમાજસુધારકો, સાહિત્યકારો, વૈજ્ઞાનિકો, ખેલાડીઓ જેવા અનેક રાષ્ટ્રીય ઘડવૈયાઓના જીવનચરિત્રોથી પરિચિત કરાવવા જરૂરી છે. તેમણે સૌને આવા પ્રેરણાદાયી પુસ્તકો ભેટ આપી બાળકોના ઉજ્જવળ ભવિષ્યના નિર્માણમાં યોગદાન આપવા નમ્ર અપીલ કરી છે.
📲Get App