🔥 TRENDING ધારાસભ્ય જીગ્નેશ મેવાણીની બહેન અંગે ટિ... जैथरा में सेवा संकल्प अभियान के तहत छा... Monsoon retreat starts in Odisha, fore... Saim Ayub’s 'rocking baby' gesture to... Dalit woman gives birth on road after... Guwahati Nightclub Claims Woman Attack...
04 Oct 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

અમરેલી જિલ્લાનાં દરેક તાલુકામાં તાલુકાકક્ષા કલા મહાકુંભનું આયોજન

✍️ Reporter: Sodha Gourangbhai 🗓 04 Oct 2026, 09:52 AM 👁 14
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
અમરેલી જિલ્લાનાં દરેક તાલુકામાં તાલુકાકક્ષા કલા મહાકુંભનું આયોજન

અમરેલી તા. ૦૩ ઓક્ટોબર
ગુજરાત સરકારનાં યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ ગાંધીનગર દ્વારા અને જિલ્લા વહીવટી તંત્ર અમરેલીની રાહબરી હેઠળ તેમજ જિલ્લા યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિની કચેરી,અમરેલી દ્વારા આ વર્ષે પણ તાલુકાકક્ષા કલા મહાકુંભનું આયોજન થનાર છે. જેમાં (૧)અમરેલીનાં સ્પર્ધક કલાકારોએ વિદ્યાસભા, લાઠી રોડ, અમરેલી ખાતે તા.૧૮/૧૦/૨૦૨૬ (૨) બાબરા તાલુકાનાં સ્પર્ધક કલાકારોએ શ્રી નવયુગ વિદ્યાલય, મોટા દેવળિયા, તા.બાબરા ખાતે તા.૦૯/૧૦/૨૦૨૬ (૩) કુંકાવાવ તાલુકાના સ્પર્ધક કલાકારોએ બી.જે.દોશી હાઇસ્કૂલ, અમરાપુર, તા.કુંકાવાવ ખાતે તા.૦૭/૧૦/૨૦૨૬ (૪) બગસરા તાલુકાના સ્પર્ધક કલાકારોએ ઝવેરચંદ મેઘાણી હાઈસ્કૂલ, બગસરા ખાતે તા.૦૯/૧૦/૨૦૨૬ (૫) રાજુલા તાલુકાના સ્પર્ધક કલાકારોએ શ્રી ટી.જે.બી.એસ. ગર્લ્સ સ્કૂલ, રાજુલા ખાતે તા.૧૦/૧૦/૨૦૨૬ (૬) જાફરાબાદ તાલુકાના સ્પર્ધક કલાકારોએ પારેખ-મહેતા હાઇસ્કૂલ, જાફરાબાદ ખાતે તા.૧૨/૧૦/૨૦૨૬ (૭) ખાંભા તાલુકાના સ્પર્ધક કલાકારોએ શ્રી જે.એન.મહેતા હાઈસ્કૂલ,ખાંભા ખાતે તા.૧૦/૧૦/૨૦૨૬ (૮) ધારી તાલુકાના સ્પર્ધક કલાકારોએ એ.એમ ઇન્ટરનેશનલ સ્કૂલ, સરસીયા રોડ, ધારી ખાતે તા.૧૦/૧૦/૨૦૨૬ (૯) સાવરકુંડલા તાલુકાના સ્પર્ધક કલાકારોએ કે.કે.હાઇસ્કૂલ, સાવરકુંડલા ખાતે તા.૧૧/૧૦/૨૦૨૬ (૧૦) લીલીયા તાલુકાના સ્પર્ધક કલાકારોએ શ્રી માધ્યમિક શાળા, ક્રાંકચ ખાતે તા.૧૬/૧૦/૨૦૨૬ (૧૧) લાઠી તાલુકાના સ્પર્ધક કલાકારોએ શ્રીમતિ એન.એચ.સંઘવી કન્યા વિદ્યાલય, લાઠી ખાતે તા.૦૯/૧૦/૨૦૨૬ નાં રોજ યોજવામાં આવનાર છે. દરેક તાલુકામાં સ્પર્ધા સવારે ૮.૩૦ કલાકે શરૂ થશે. જેથી આ સ્પર્ધામાં એન્ટ્રી કરેલ તમામ સ્પર્ધક કલાકારે ઉપર દર્શાવેલ તારીખ મુજબ પોત પોતાના તાલુકામાં ભાગ લેવા જવાનું રહેશે તેમ જિલ્લા યુવા વિકાસ અધિકારીશ્રીની યાદીમાં જણાવવામાં આવ્યું છે.
📲Get App