अपराध
વટવામાં મોડી રાત્રે દુકાનોમાં ચોરીના પ્રયાસોથી વેપારીઓમાં ભય: પોલીસને રજૂઆત
વટવા વિસ્તારમાં મોડી રાત્રે દુકાનોના તાળા તોડી ચોરીના પ્રયાસોની ઘટનાઓથી વેપારીઓમાં ચિંતા પ્રસરી છે. વટવા મર્ચન્ટ એસોસિએશને પોલીસને લેખિત રજૂઆત કરી સુરક્ષા વધારવાની માંગ કરી છે.
વટવા વિસ્તારમાં મોડી રાત્રે દુકાનોમાં ચોરીની ઘટનાઓને લઈને વેપારીઓમાં ચિંતા જોવા મળી રહી છે. વટવા મર્ચન્ટ એસોસિએશન દ્વારા વટવા પોલીસ સ્ટેશનમાં લેખિત રજૂઆત કરી તાત્કાલિક સુરક્ષા પગલાં લેવા માંગ કરવામાં આવી છે.
રજૂઆત મુજબ, રોજ વહેલી સવારે આશરે 2થી 3 વાગ્યાના સમયગાળા દરમિયાન મનન કોમ્પ્લેક્સ તથા આસપાસની અનેક દુકાનોના તાળા તોડી ચોરીનો પ્રયાસ કરવામાં આવ્યો છે. આ ઘટનાઓથી વેપારી આલમમાં ભયનો માહોલ છે.
વેપારીઓએ પોલીસ સમક્ષ રાત્રિના સમયે પોલીસ પેટ્રોલિંગ વધારવા, ખાસ કરીને મનન કોમ્પ્લેક્સ, સૈયદવાડી અને ગોલ્ડન સિનેમા રોડ વિસ્તારમાં સુરક્ષા વ્યવસ્થા સઘન બનાવવા અપીલ કરી છે. આ ઉપરાંત, અગાઉ બનેલી ચોરીની ઘટનાઓની પણ તપાસ કરી કાયદેસરની કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવી છે.