🔥 TRENDING સાબરકાંઠા પ્રાંતિજમાં તીર્થાંગન વિસામો... વટવામાં મોડી રાત્રે દુકાનોમાં ચોરીના પ... अजय देवगन की थ्रिलर फिल्म 'दृश्यम 3' स... Goa Police Book Three Individuals for... ગુજરાત પ્રદેશ પ્રમુખ સાબીરભાઈ કાબલીવાલ... Bidar news
04 Oct 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
Local

મહીસાગર : પોષણ ચેમ્પિયન્સ અને કર્મયોગી બહેનોનું સન્માન, ગોરાડા આંગણવાડી બની ઉત્સવનું કેન્દ્ર

✍️ Reporter: Hasmukh Bhoi 🗓 04 Oct 2026, 06:28 PM 👁 10
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
નમસ્કાર!

મહીસાગર જિલ્લાના લુણાવાડા ઘટક-૧ અંતર્ગત, શામણા સેજાના વાણીયા વાળા ગોરાડા આંગણવાડી કેન્દ્ર ખાતે આજે સેવા, પોષણ અને સ્વચ્છતાનો ત્રિવેણી સંગમ જોવા મળ્યો.

'સેવા સંકલ્પ અભિયાન' અંતર્ગત 'આંગણ સેવા મિલન - પોષણ અને વિકાસનો ઉત્સવ' અને 'સ્વચ્છતા હી સેવા' કાર્યક્રમનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ પંચમહાલ લોકસભાના લોકપ્રિય સાંસદ શ્રી રાજપાલસિંહ યાદવના અધ્યક્ષ સ્થાને ઉત્સાહભેર સંપન્ન થયો.


આ પ્રસંગે જિલ્લા અને તાલુકા પંચાયતના સદસ્યશ્રીઓ, સ્થાનિક સરપંચશ્રી, આઈ.સી.ડી.એસ.ના પ્રોગ્રામ ઓફિસર શ્રીમતી અંબિકા જયસ્વાલ, લુણાવાડા ઘટક-૧ના સી.ડી.પી.ઓ.શ્રી સહિતના અધિકારીઓ, મોટી સંખ્યામાં સગર્ભા અને ધાત્રી માતાઓ, કિશોરીઓ અને ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.

રંગબેરંગી સજાવટથી શણગારાયેલા આંગણવાડી પરિસરમાં ભૂલકાઓએ વિવિધ રચનાત્મક કૃતિઓ રજૂ કરી સૌના દિલ જીતી લીધા હતા. આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ્ય આંગણવાડીના માધ્યમથી બાળકોના સર્વાંગી વિકાસ, આરોગ્ય અને પોષણ અંગે જનજાગૃતિ કેળવવાનો હતો.

આ અવસરે રાજ્યના માનનીય મુખ્યમંત્રીશ્રીનો સુપોષિત ગુજરાત અંગેનો પ્રેરક સંદેશો વાંચી સંભળાવવામાં આવ્યો હતો અને કુપોષણ મુક્ત સમાજના નિર્માણ માટે સૌએ સામૂહિક પોષણ શપથ લીધા હતા.


કાર્યક્રમમાં પોષણ સ્તરમાં ઉત્કૃષ્ટ સુધારો દર્શાવનાર બાળકો અને કિશોરીઓને 'પોષણ ચેમ્પિયન' તરીકે બિરદાવી, મહાનુભાવોના હસ્તે પૌષ્ટિક સુખડી, તાજા ફળો અને વિશેષ ભેટ આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા.

સાથોસાથ, છેવાડાના માનવી સુધી આરોગ્ય સેવાઓ પહોંચાડતી આપણી કર્મયોગી આંગણવાડી કાર્યકર, તેડાગર અને આશા બહેનોનું પ્રશસ્તિપત્ર આપી બહુમાન કરવામાં આવ્યું હતું.


અંતમાં 'સ્વચ્છતા હી સેવા' અભિયાન અંતર્ગત સૌ મહાનુભાવોએ શ્રમદાન કરી પરિસરની સફાઈ કરી હતી અને વૃક્ષારોપણ કરીને સૌને પોતાના ગામ અને આસપાસના વિસ્તારને સ્વચ્છ અને હરિયાળો રાખવા આહ્વાન કર્યું હતું.
📲Get App