🔥 TRENDING ધારાસભ્ય જીગ્નેશ મેવાણીની બહેન અંગે ટિ... जैथरा में सेवा संकल्प अभियान के तहत छा... Monsoon retreat starts in Odisha, fore... Saim Ayub’s 'rocking baby' gesture to... Dalit woman gives birth on road after... Guwahati Nightclub Claims Woman Attack...
04 Oct 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

તરકતળાવથી દેવરાજીયા માર્ગ રિસર્ફેસિંગના વિકાસકામનું રાજ્યમંત્રી શ્રી કૌશિકભાઈ વેકરીયાના હસ્તે ખાતમુહૂર્ત સંપન્ન

✍️ Reporter: Sodha Gourangbhai 🗓 04 Oct 2026, 09:44 AM 👁 12
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
તરકતળાવથી દેવરાજીયા માર્ગ રિસર્ફેસિંગના વિકાસકામનું રાજ્યમંત્રી શ્રી કૌશિકભાઈ વેકરીયાના હસ્તે ખાતમુહૂર્ત સંપન્ન

માર્ગ અને મકાન વિભાગ (પંચાયત) હેઠળ રૂ. ૧.૭૦ કરોડના ખર્ચે ૩.૫ કિમી લાંબો રસ્તો વધુ મજબૂત થશે

ગ્રામીણ રસ્તાઓના આધુનિકીકરણ માટે રાજ્ય સરકાર કટિબદ્ધ, અમરેલી તાલુકામાં વિકાસના અનેક પ્રકલ્પો પ્રગતિ હેઠળ
-રાજ્યમંત્રી શ્રી કૌશિકભાઈ વેકરીયા


અમરેલી જિલ્લાના ગ્રામીણ વિસ્તારોમાં રસ્તાઓનું નેટવર્ક મજબૂત કરવાના અને વાહનવ્યવહાર વધુ સુગમ બનાવવાના ઉમદા હેતુ સાથે રાજ્ય સરકાર સતત કાર્યરત છે. આ અંતર્ગત આજરોજ કાયદો અને ઊર્જા રાજ્યમંત્રી શ્રી કૌશિકભાઈ વેકરીયાના હસ્તે અમરેલીના તરકતળાવ મુકામે એક મહત્વપૂર્ણ માર્ગના વિકાસકામનું ખાતમુહૂર્ત સંપન્ન થયું હતું.

તરકતળાવ-દેવરાજીયા સુધીના અંદાજે ૩.૫ કિલોમીટર લંબાઈ ધરાવતા ગ્રામ્ય રસ્તાના રિસર્ફેસિંગની કામગીરી હાથ ધરવામાં આવનાર છે. લાંબા સમયથી સ્થાનિક સ્તરે આ માર્ગને વધુ બહેતર બનાવવાની માંગણી પ્રવર્તી રહી હતી, જેનો હવે સુખદ અંત આવ્યો છે. આ રસ્તો નવો અને મજબૂત બનવાથી બંને ગામો વચ્ચેનો અને આસપાસના વિસ્તારનો વાહનવ્યવહાર વધુ ઝડપી, સુરક્ષિત અને સુગમ બનશે.

રાજ્યમંત્રી શ્રી કૌશિકભાઈ વેકરીયાએ જણાવ્યું હતું કે, છેવાડાના ગામડાઓને પાકા રસ્તાઓથી જોડવા એ અમારી સરકારની પ્રાથમિકતા છે. તરકતળાવ-દેવરાજીયા રોડના નિર્માણથી સ્થાનિક ખેડૂતો અને નાગરિકોનો સમય અને ઈંધણ બંનેની બચત થશે. વધુમાં રાજ્યમંત્રીશ્રીએ ઉમેર્યું કે, અમરેલી તાલુકામાં અનેક વિકાસકામો પૂર્ણ થયા છે, અને અનેક વિકાસ પ્રકલ્પો પ્રગતિ હેઠળ છે.


ઉલ્લેખનીય છે કે, આ રસ્તાના આધુનિકીકરણ માટે માર્ગ અને મકાન વિભાગ (પંચાયત) હેઠળની ગ્રાન્ટ અંતર્ગત આયોજન હાથ ધરવામાં આવ્યુ છે. આ સમગ્ર માર્ગના રિસર્ફેસિંગ માટે અંદાજિત રૂ. ૧.૭૦ કરોડ જેટલી માતબર રકમની ગ્રાન્ટ ફાળવવામાં આવી છે. સરકાર દ્વારા ફાળવવામાં આવેલા આ બજેટમાંથી રસ્તાની ગુણવત્તા ઉત્કૃષ્ટ રહે અને ચોમાસા દરમિયાન પણ માર્ગ સુરક્ષિત રહે તે પ્રકારનું આયોજન સુનિશ્ચિત કરવામાં આવ્યું છે.

તરકતળાવ મુકામે માર્ગના ખાતમુહૂર્ત પ્રસંગે અમરેલી તાલુકાના હોદ્દેદારો, સ્થાનિક આગેવાનો, તરકતળાવ સરપંચશ્રી અને પંચાયત સભ્યશ્રીઓ સહિતના હોદ્દેદારો, આગેવાનો, બહોળી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.
📲Get App