🔥 TRENDING Tapsi Pannu Sparks Debate with Remarks... લાઠી તાલુકામાં હંગામી ફટાકડાના વેચાણ મ... રાજકોટ: ભાજપ શિક્ષણ સમિતિ વોર્ડ નં. ૨... Rain, Thunderstorms and Strong Winds E... Heavy Rain Floods Mumbai Streets as IM... 77-year-old Indian grandfather’s court...
03 Oct 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

અમરેલીમાં "દીકરાનું ઘર" વૃદ્ધાશ્રમ ખાતે "વિશ્વ વૃદ્ધ દિન"ની ભાવસભર ઉજવણી: ૬૦ વડીલો માટે નિઃશુલ્ક મેડિકલ કેમ્પ યોજાયો

✍️ Reporter: Sodha Gourangbhai 🗓 03 Oct 2026, 09:06 AM 👁 7
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
અમરેલીમાં "દીકરાનું ઘર" વૃદ્ધાશ્રમ ખાતે "વિશ્વ વૃદ્ધ દિન"ની ભાવસભર ઉજવણી: ૬૦ વડીલો માટે નિઃશુલ્ક મેડિકલ કેમ્પ યોજાયો

અમરેલી, ૦૧ ઓક્ટોબર
ગુજરાત સરકારના સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ હસ્તકના સમાજ સુરક્ષા ખાતા દ્વારા "વિશ્વ વૃદ્ધ દિન" નિમિત્તે અમરેલીના લાઠી રોડ પર આવેલા "દીકરાનું ઘર" વૃદ્ધાશ્રમ ખાતે એક વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. સમાજમાં વડીલો પ્રત્યે સન્માન, સંવેદના અને સહકારની ભાવના સુદ્રઢ બને તેમજ તેમના અધિકારો અને કલ્યાણકારી યોજનાઓ અંગે જનજાગૃતિ ફેલાય તેવા ઉમદા આશય સાથે આ દિવસની ગરિમાપૂર્ણ ઉજવણી કરવામાં આવી હતી.

આ ઉજવણી અંતર્ગત વૃદ્ધાશ્રમમાં આશ્રય લઈ રહેલા વડીલોનું સન્માન કરવામાં આવ્યું હતું અને તેમના જીવનના બહુમૂલ્ય અનુભવો તેમજ સમાજ પ્રત્યેના યોગદાનને આદરપૂર્વક બિરદાવવામાં આવ્યા હતા. આ તકે વડીલોના સ્વાસ્થ્યની સુખાકારી માટે સરકારી સિવિલ હોસ્પિટલ-અમરેલીના તજજ્ઞ સર્જનશ્રીની ટીમ દ્વારા એક નિઃશુલ્ક તબીબી તપાસ કેમ્પનું પણ આયોજન કરાયું હતું. જેમાં આશરે ૬૦ જેટલા વૃદ્ધ લાભાર્થીઓની આંખની તપાસ તેમજ શુગર અને બ્લડ પ્રેશર જેવી બીમારીઓનું ઝીણવટભર્યું તબીબી પરીક્ષણ કરીને જરૂરી માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું.

આ સમગ્ર માનવતાવાદી આયોજનને સફળ બનાવવા માટે અમરેલી જિલ્લા સમાજ સુરક્ષા અધિકારીશ્રી એન.એમ.પુરોહિતના માર્ગદર્શન હેઠળ સમાજ સુરક્ષા કચેરીની ટીમના પ્રોબેશન ઓફિસર સુશ્રી ઉમાબા મોરી, પ્રોબેશન ઓફિસર સુશ્રી પાયલબા પરમાર તેમજ કર્મચારીઓ સર્વશ્રી હિરેનભાઈ જોષી, વિરલભાઈ માંગરોળીયા અને ભીખુભાઈ સોલંકી સહિતના સ્ટાફે ઉપસ્થિત રહીને જહેમત ઉઠાવી હતી તેમ જિલ્લા સમાજ સુરક્ષા અધિકારીશ્રીની યાદીમાં જણાવવામાં આવ્યુ છે.
📲Get App