🔥 TRENDING टैक्सी चालक ने मालगाड़ी के आगे कूदकर द... मुरादाबाद: रुस्तम नगर सहसपुर में अवैध... जलालपुर में सराय नदी का जलस्तर तेजी से... Silver Prices Updated in Telangana on... Over 200,000 Telangana Voters Sent Not... Odisha Gold Prices for 22 & 24 Carat o...
03 Oct 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

અમરેલી જિલ્લામાં યોજાનાર કલા મહાકુંભ સ્પર્ધાની કૃતિઓમાં મહત્વના ફેરફાર: વિવિધ વયજૂથ માટે નવી સ્પર્ધાઓ જાહેર

✍️ Reporter: Sodha Gourangbhai 🗓 03 Oct 2026, 09:28 AM 👁 8
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
અમરેલી જિલ્લામાં યોજાનાર કલા મહાકુંભ સ્પર્ધાની કૃતિઓમાં મહત્વના ફેરફાર: વિવિધ વયજૂથ માટે નવી સ્પર્ધાઓ જાહેર

અમરેલી, ૦૧ ઓક્ટોબર
ગુજરાત સરકારના યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ-ગાંધીનગર તેમજ જિલ્લા વહીવટી તંત્ર, અમરેલીની રાહબરી હેઠળ જિલ્લા યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓની કચેરી દ્વારા ચાલુ વર્ષે ૨૦૨૬-૨૭ માટે કલા મહાકુંભનું તાલુકા અને જિલ્લા કક્ષાએ ભવ્ય આયોજન થનાર છે. આ વર્ષે આયોજિત થનારી સ્પર્ધાઓની વિવિધ કૃતિઓમાં કલાકારો અને સંસ્થાઓના હિતમાં કેટલાંક મહત્વના ફેરફારો કરવામાં આવ્યા છે, જેની સત્તાવાર જાહેરાત જિલ્લા યુવા વિકાસ અધિકારી દ્વારા કરવામાં આવી છે.

નવા ફેરફારો અનુસાર, તાલુકા કક્ષાની સ્પર્ધામાં હવે ચિત્રકલા અને ભરતનાટ્યમ સ્પર્ધા ૨૧ થી ૫૯ વર્ષની વયજૂથમાં પણ યોજાશે. આ ઉપરાંત લોકગીત-ભજન સ્પર્ધાને હવે અલગ કરી દેવામાં આવી છે, એટલે કે લોકગીત અને ભજન બંને સ્પર્ધાઓ હવેથી અલગ-અલગ યોજાશે. તેવી જ રીતે, ગરબા સ્પર્ધામાં પણ મોટો બદલાવ કરીને હવેથી અર્વાચીન ગરબા અને પ્રાચીન ગરબા એમ બે ભિન્ન શ્રેણીઓમાં સ્પર્ધાનું આયોજન કરવામાં આવશે.

જિલ્લા કક્ષાની સ્પર્ધાઓની વાત કરીએ તો, સર્જનાત્મક કારીગરી સ્પર્ધા તેમજ કથ્થક સ્પર્ધા ૨૧ થી ૫૯ વર્ષની વયજૂથ માટે પણ યોજવાનું નક્કી કરાયું છે. આ ઉપરાંત શાસ્ત્રીય નૃત્ય શૈલીના કલાકારો માટે પ્રદેશ કક્ષાથી શરૂ થતી કુચીપુડી તથા ઓડીસી નૃત્ય સ્પર્ધાઓ પણ ૨૧ થી ૫૯ વર્ષની વયજૂથના કલાકારો માટે આયોજિત કરવામાં આવશે.

આ સ્પર્ધાઓ અંગેની વિશેષ માહિતી મેળવવા માટે તમામ કલાકારો, સ્પર્ધકો અને સંસ્થાઓએ જે તે તાલુકાના કન્વીનરશ્રીનો અથવા 'જિલ્લા યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓની કચેરી, બહુમાળી ભવન, પ્રથમ માળ, બ્લોક-સી, રૂમ નંબર-૧૧૦/૧૧૧, અમરેલી' ખાતે રૂબરૂ સંપર્ક કરવાનો રહેશે. વધુ વિગતો માટે કચેરીના સત્તાવાર ફોન નંબર ૦૨૭૯૨-૨૨૩૬૩૦ પર પણ સંપર્ક સાધી શકાશે, જેની સંબંધિત દરેક કલાકારો અને સંસ્થાઓએ નોંધ લેવા જિલ્લા યુવા વિકાસ અધિકારીની યાદીમાં જણાવાયું છે.
📲Get App