🔥 TRENDING Man Released After 17 Years for Murder... Nursing Student Strangled in Telangana... Four Arrested After Killing of Murder... Two Deputies Shot, Suspect Killed in L... Two Killed in Shooting on Panoramic Hi... Amit Shah Gives ₹101 crore to Gaushala...
03 Oct 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
Local

માંગરોળ: દેશસેવા કરી નિવૃત્ત થયેલા માજી સૈનિક હિતેશભાઈ વાળાનું ભવ્ય સ્વાગત અને સન્માન

✍️ Reporter: Gadhiya Sudipbhai 🗓 03 Oct 2026, 08:32 AM 👁 12
Watch on: 📘 Facebook
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

ભારતીય સેનામાંથી દેશસેવા કરી નિવૃત્ત થયેલા માજી સૈનિક શ્રી હિતેશભાઈ રામશીભાઈ વાળાનું માંગરોળ ખાતે ભવ્ય રેલી યોજી સ્વાગત કરવામાં આવ્યું અને તેમનું સન્માન કરવામાં આવ્યું.

માંગરોળ: ભારતીય સેનામાં દેશની સેવા અને સુરક્ષાની પવિત્ર ફરજ બજાવી નિવૃત્ત થયેલા માજી સૈનિક શ્રી હિતેશભાઈ રામશીભાઈ વાળાનું ભવ્ય રેલી દ્વારા સ્વાગત કરવામાં આવ્યું. આ પ્રસંગે તેમનું સન્માન કરી દેશસેવા બદલ અભિવાદન પાઠવવામાં આવ્યું.

આ ભવ્ય સ્વાગત અને સન્માન કાર્યક્રમમાં માંગરોળ માળિયાના ધારાસભ્ય શ્રી ભગવાનજી ભાઈ કરગઠીયા, શ્રી જેઠાભાઈ મંત્રી તેમજ અનેક આગેવાનો અને યુવાનો જોડાયા હતા. સૌએ મળીને માતૃભૂમિની રક્ષા માટે આપેલા અમૂલ્ય યોગદાન અને સમર્પણ બદલ હિતેશભાઈ વાળાને હૃદયપૂર્વક વંદન કર્યા.

આ કાર્યક્રમ દ્વારા દેશના વીર જવાનો પ્રત્યે સમાજમાં સન્માન અને કૃતજ્ઞતાની ભાવના વ્યક્ત કરવામાં આવ્યો. નિવૃત્ત સૈનિકોના બલિદાન અને દેશ પ્રત્યેની નિષ્ઠાને બિરદાવવાનો આ એક પ્રશંસનીય પ્રયાસ હતો.
📲Get App