🔥 TRENDING प्रधानमंत्री मोदी ने पायलट से की बातची... ग्राम सभा बैठक ग्राम बिरकोना ಚುನಾವಣಾ ಆಯೋಗದ ಕಚೇರಿ ಮುಂಭಾಗ ಪ್ರತಿಭಟನೆ:... 2 अक्टूबर को हुई ग्राम सभा Odisha Launches 'Sujala' Campaign to B... AP Plans Rs 1 Lakh Crore Horticulture...
02 Oct 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે આજે ગાંધી જયંતીના અવસરે રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીના જન્મસ્થળ પર પૂજ્ય બાપુને ભાવપૂર્ણ અંજલિ અર્પણ કરી હતી.

✍️ Reporter: Atul Thakor 🗓 02 Oct 2026, 01:11 PM 👁 16
Watch on: ▶️ YouTube
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે આજે ગાંધી જયંતીના અવસરે રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીના જન્મસ્થળ કીર્તિ મંદિર, પોરબંદર ખાતે મંત્રી શ્રી અર્જુનભાઈ મોઢવાડીયા, પૂ.ભાઈશ્રી રમેશભાઈ ઓઝા સહિતના મહાનુભાવોની ઉપસ્થિતિમાં આયોજિત સર્વધર્મ પ્રાર્થના સભામાં સહભાગી થઈને પૂજ્ય બાપુને ભાવપૂર્ણ અંજલિ અર્પણ કરી હતી.

મુખ્યમંત્રીશ્રીએ આ અવસરે ગાંધીજીની દિવ્ય ચેતનાને વંદન કરતાં જણાવ્યું હતું કે, સાબરમતીના સંત અને અહિંસાના પૂજારી એવા યુગપુરુષ મહાત્મા ગાંધીજીએ પોરબંદરની આ પવિત્ર ધરતી પર જન્મ લઈ સમગ્ર વિશ્વને સત્ય, અહિંસા, સર્વોદય અને વિશ્વબંધુત્વનો માર્ગ બતાવ્યો છે.

મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું હતું કે, પૂજ્ય બાપુના સર્વધર્મ સમભાવ અને સ્વચ્છતાના વિચારને વધુ વ્યાપક બનાવી માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ સ્વચ્છ ભારતના સંકલ્પ સાથે છેવાડાના માનવીના કલ્યાણને કેન્દ્રમાં રાખીને ગામડાં અને ગરીબ સુધી વિકાસ અને સુવિધાઓ પહોંચાડ્યા છે.

મુખ્યમંત્રીશ્રીએ સૌને પૂજ્ય બાપુના સત્ય, અહિંસા, પ્રેમ અને સર્વોદયના માર્ગે ચાલવાનો સંકલ્પ લેવા અનુરોધ કરી આત્મનિર્ભરતા, ગરીબ કલ્યાણ, સ્વચ્છતા, પર્યાવરણ સંરક્ષણ અને રાષ્ટ્રના સર્વાંગી વિકાસના સંકલ્પ સાથે આગળ વધવા આહવાન કર્યું હતું.
📲Get App