🔥 TRENDING ಚುನಾವಣಾ ಆಯೋಗದ ಕಚೇರಿ ಮುಂಭಾಗ ಪ್ರತಿಭಟನೆ:... 2 अक्टूबर को हुई ग्राम सभा Odisha Launches 'Sujala' Campaign to B... AP Plans Rs 1 Lakh Crore Horticulture... AP LAWCET 2026 Phase‑1 Web Options Dea... KL University Library Fire in Tadepall...
02 Oct 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

અરવલ્લી એસઓજી અને એલસીબી દ્વારા સંયુક્ત ઓપરેશન કરાયું

✍️ Reporter: Joshi Jayaprakashbhai 🗓 02 Oct 2026, 01:54 PM 👁 121
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
અરવલ્લીના માલપુરમાં SOG અને LCBનું સંયુક્ત ઓપરેશન

અરવલ્લી જિલ્લાના માલપુર મુકામે પોશડોડાના જથ્થાને ઝડપી પાડવા SOG અને LCB દ્વારા સંયુક્ત ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. મળતી માહિતી મુજબ, વહેલી સવારે આશરે 3:15 વાગ્યાના અરસામાં પોલીસ અને આરોપીઓ વચ્ચે સામસામે અથડામણ જેવી સ્થિતિ સર્જાઈ હતી.

આ દરમિયાન આરોપીઓ તરફથી પોલીસ પર બે રાઉન્ડ ફાયરિંગ કરવામાં આવ્યું હોવાનું સામે આવ્યું છે, જ્યારે પોલીસે જવાબમાં ત્રણ રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું. ફાયરિંગની ઘટનામાં એક આરોપી ઘાયલ થયો હોવાનું જાણવા મળ્યું છે, જ્યારે અન્ય એક આરોપી અંધારાનો લાભ લઈને ફરાર થઈ ગયો હતો.

સંયુક્ત ઓપરેશન દરમિયાન પોલીસ દ્વારા 560 કિલોગ્રામ પોશડોડાનો આશરે એક કરોડ નો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો હોવાનું જાણવા મળ્યું છે.

આ સમગ્ર કાર્યવાહી PI એમ.એસ. ઝાલા, PSI વી.જે. તોમર, PSI પી.પી. સોલંકી, PSI વી.ડી. વાઘેલા તેમજ LCBના સ્ટાફ દ્વારા હાથ ધરવામાં આવી હતી.

ઘાયલ આરોપીને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હોવાનું જાણવા મળ્યું છે, જ્યારે ફરાર આરોપીને ઝડપી પાડવા પોલીસે વધુ તપાસ અને શોધખોળ હાથ ધરી છે

માલપુરમાં વહેલી સવારે થયેલા આ ઓપરેશનને પગલે સમગ્ર વિસ્તારમાં પોલીસ બંદોબસ્ત અને તપાસ વધુ સઘન બનાવવામાં આવી છે.

રિપોર્ટર

જયપ્રકાશ જોષી
માલપુર

બાઈટ :-

અરવલ્લી એસ.પી મનોહરસિંહ જાડેજા
📲Get App