🔥 ट्रेंडिंग वगळलेल्या पात्र मतदारांसाठी विशेष संधी... लहसुना थाने में चाइल्ड हेल्प डेस्क का... JAC 12वीं टॉपर लिस्ट 2026 जारी, आर्ट्स... केरल लॉटरी: सुवर्ण केरालाम SK-72 ड्रॉ... Glencore ने 2026 के लाभ अनुमान को $5 ब... आरबीआई ने सुधाकर मल्लि को 1 अक्टूबर से...
02 अक्टू. 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
સ્વ.ગીતાબેન સુરેશગીરીની પ્રથમ પુણ્યતિથિ નિમિત્તે પે સેન્ટર કુમાર શાળા નંબર એક વિરમગામ ખાતે બટુક ભોજન.

સ્વ.ગીતાબેન સુરેશગીરીની પ્રથમ પુણ્યતિથિ નિમિત્તે પે સેન્ટર કુમાર શાળા નંબર એક વિરમગામ ખાતે બટુક ભોજન.

✍️ रिपोर्टर: Gilani Asikali 🗓 02 अक्टू. 2026, 09:16 PM 👁 12
शेयर करें: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
સ્વ.ગીતાબેન સુરેશગીરીની પ્રથમ પુણ્યતિથિ નિમિત્તે પે સેન્ટર કુમાર શાળા નંબર એક, વિરમગામના તમામ ભૂલકાઓ માટે ભાવભર્યું બટુક ભોજન યોજવામાં આવ્યું હતું.આ પ્રસંગે બાળકો માટે જલેબી,પૂરી-શાક,દાળ-ભાત તથા પાપડ સહિતનું સ્વાદિષ્ટ ભોજન તૈયાર કરવામાં આવ્યું હતું.સ્વ.ગીતાબેનના પરિવારજનો શ્રી સુરેશગીરી વિરગીરી તથા તેમનો સહપરિવાર રૂબરૂ ઉપસ્થિત રહી તમામ બાળકોને પોતાના હાથે પ્રેમપૂર્વક ભોજન પીરસી જમાડ્યા હતા.પરિવારજનોના આ સ્નેહભર્યા સેવાભાવથી બાળકોમાં આનંદની લાગણી પ્રસરી હતી.આ પ્રસંગે શાળાના આચાર્ય દીપકભાઈ ઈશ્વરભાઈ પરમાર, સમગ્ર સ્ટાફ પરિવાર તથા શાળાના ભૂલકાઓ દ્વારા રામધુન સાથે સ્વ.ગીતાબેનને ભાવભીની શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી.સ્વ.ગીતાબેનની સ્મૃતિને સેવાકાર્ય અને બાળકો પ્રત્યેના સ્નેહ સાથે જીવંત રાખવાનો આ સુંદર પ્રયાસ સૌ માટે ભાવનાત્મક અને પ્રેરણાદાયી બની રહ્યો.
અહેવાલ આસીક અલી ગીલાણી વિરમગામ
📲Get App