🔥 TRENDING सीवान कॉलेज ऑफ इंजीनियरिंग एंड मैनेजमे... લુણાવાડા ટાઉન પોલીસની પ્રશંસનીય કામગીર... લુણાવાડા ટાઉન પોલીસની પ્રશંસનીય કામગીર... લુણાવાડા ટાઉન પોલીસની પ્રશંસનીય કામગીર... ग्राम पंचायत चुनाव: श्रीसोमराज विश्नोई... Hanuman Ansh to Debut in Telugu on Oct...
02 Oct 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
"રાજકોટ સિવિલ હોસ્પિટલની ઓચિંતી મુલાકાત

"રાજકોટ સિવિલ હોસ્પિટલની ઓચિંતી મુલાકાત

✍️ Reporter: Atul Thakor 🗓 02 Oct 2026, 08:09 PM 👁 7
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
"રાજકોટ સિવિલ હોસ્પિટલની ઓચિંતી મુલાકાત"
શ્રી પ્રફુલભાઈ પાનશેરિયા એ રાજકોટની પંડિત દીનદયાલ ઉપાધ્યાય સિવિલ હોસ્પિટલની ઓચિંતી મુલાકાત લઈ ઇમરજન્સી, ટ્રોમા કેર, ઓર્થોપેડિક, મેડિસિન, સર્જરી, ટીબી-છાતીના રોગો, MRI તથા ડાયાલિસિસ સેન્ટર સહિતના વિવિધ વિભાગોમાં દર્દીઓને મળતી સેવાઓ, દર્દી સુવિધાઓ અને વ્યવસ્થાઓની સ્થળ પર જ વિગતવાર સમીક્ષા કરી.

મૃતદેહ સ્વજનોને સોંપવાની પ્રક્રિયામાં સંપૂર્ણ ચોકસાઈ અને પારદર્શિતા જળવાય તે માટે નંબર, કોડ સિસ્ટમ અને સ્ક્રીનિંગ આધારિત વૈજ્ઞાનિક SOPનો કાલથી જ કડક અમલ કરવા સૂચના આપી છે. સાથે જ નવી મોર્ચ્યુઅરી અને ફ્રીઝર વ્યવસ્થા ઝડપથી કાર્યરત થાય તે માટે જરૂરી દિશા-નિર્દેશ આપ્યા.

ગરીબ અને જરૂરિયાતમંદ દર્દીઓને ગુણવત્તાયુક્ત સારવાર સાથે સન્માનજનક અને સ્વચ્છ વાતાવરણ મળે તે અમારી પ્રાથમિકતા છે. હોસ્પિટલ કેમ્પસમાં પાન-માવાની પિચકારી કે ગંદકી કરનાર સામે સ્થળ પર જ દંડાત્મક કાર્યવાહી કરવા પણ સૂચના આપી છે.

ડાયાલિસિસ સેન્ટરની ઉત્કૃષ્ટ કામગીરી બદલ સમગ્ર ટીમને અભિનંદન પાઠવ્યા. સાથે જ માતા અને બાળ મૃત્યુદર ઘટાડવા, ઇમરજન્સી સેવાઓ વધુ સજ્જ બનાવવા અને દર્દીલક્ષી સુવિધાઓને વધુ સુદૃઢ કરવા તબીબો તથા અધિકારીઓને જરૂરી માર્ગદર્શન આપ્યું.

આરોગ્ય વ્યવસ્થાને વધુ સંવેદનશીલ, સુદૃઢ અને જવાબદાર બનાવવાના સંકલ્પ સાથે સતત કાર્યરત છીએ.
📲Get App