🔥 TRENDING अशोकनगर में जलपरी मेले का भव्य आयोजन,... मंदसौर: गरोठ पुलिस ने 221 किलो डोडाचूर... मरौरी में बारिश से गिरा कच्चा मकान, ला... रैली प्रदर्शन मेहंदवास क्षेत्र के किसान रबी फसल की ब... બેન્ક સેવાઓ પર લેવાતી ફી સામે ગ્રાહકોન...
02 Oct 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

ગાંધી જયંતી નિમિત્તે વિરમગામ નગરપાલિકા દ્વારા સફાઈ અભિયાનનું આયોજન કરવામાં આવ્યુ

✍️ Reporter: Gilani Asikali 🗓 02 Oct 2026, 07:30 PM 👁 13
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીની જન્મજયંતી નિમિત્તે વિરમગામ નગરપાલિકા દ્વારા સ્વચ્છતા અભિયાન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમ અંતર્ગત શહેરના વિવિધ વિસ્તારોમાં સફાઈ કામગીરી હાથ ધરવામાં આવી હતી.આ સફાઈ અભિયાનનો મુખ્ય ઉદ્દેશ શહેરમાં સ્વચ્છતા અંગે જાગૃતિ ફેલાવવાનો અને નાગરિકોને સ્વચ્છતા જાળવવા માટે પ્રેરિત કરવાનો હતો. નગરપાલિકાના કર્મચારીઓ તથા સંબંધિત આગેવાનો દ્વારા સફાઈ કામગીરીમાં ભાગ લેવામાં આવ્યો હતો.આ પ્રસંગે નાગરિકોને પણ પોતાના આસપાસનો વિસ્તાર સ્વચ્છ રાખવા, કચરો જાહેર સ્થળોએ ન ફેંકવા અને સ્વચ્છ વિરમગામના નિર્માણમાં સહયોગ આપવા અપીલ કરવામાં આવી હતી.સ્વચ્છતા એ જ સાચી સેવા ના સંદેશ સાથે ગાંધી જયંતીની ઉજવણી કરવામાં આવી.
અહેવાલ આસીક અલી ગીલાણી વિરમગામ
📲Get App