स्थानीय
સાબરકાંઠા જિલ્લા કોંગ્રેસ દ્વારા ગાંધી જયંતિ અને શાસ્ત્રી જયંતિ નિમિત્તે વિવિધ કાર્યક્રમો યોજાયા..
સાબરકાંઠા જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા મહાત્મા ગાંધીજી અને લાલ બહાદુર શાસ્ત્રીજીની જન્મ જયંતી નિમિત્તે પુષ્પાંજલિ, પ્રવચન અને સ્વચ્છતા અભિયાન જેવા કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું..
સાબરકાંઠામાં-:
આજ રોજ ૨જી ઓક્ટોબરના રોજ પૂજ્ય મહાત્મા ગાંધીજી અને દેશના પૂર્વ વડાપ્રધાન લાલ બહાદુર શાસ્ત્રીજીની જન્મ જયંતી નિમિત્તે સાબરકાંઠા જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા અનેક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું.કાર્યક્રમોની શરૂઆત ગાંધીજીની પ્રતિમાને પુષ્પાંજલિ અને શ્રદ્ધાસુમન અર્પણ કરીને કરવામાં આવી..
ત્યારબાદ જિલ્લા કોંગ્રેસ કાર્યાલય ખાતે પૂજ્ય બાપુના વિચારો અને તેમના જીવન દર્શન પર એક વિશેષ પ્રવચન યોજાયું. આ પ્રસંગે દેશના મહાન નેતા સ્વ. લાલ બહાદુર શાસ્ત્રીજીને પણ ભાવભીની શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી.પૂજ્ય બાપુના 'સ્વચ્છતા ત્યાં પ્રભુતા'ના સંદેશને લોકો સુધી પહોંચાડવાના ઉદ્દેશ્ય સાથે, ગાંધીજીની પ્રતિમા અને તેની આસપાસના માર્ગો પર પ્રતિકાત્મક સફાઈ ઝુંબેશ ચલાવવામાં આવી..
આ કાર્યક્રમો દ્વારા ગાંધીજી અને શાસ્ત્રીજીના વિચારો અને આદર્શોને યાદ કરવામાં આવ્યા અને દેશને સદાય માર્ગદર્શન આપતા રહેશે તેવી ભાવના વ્યક્ત કરવામાં આવી.