🔥 TRENDING પટેલના મુવાડા નજીક ચેકડેમમાંથી ગુમ થયે... कनहरी हिल के पास चोरी की स्कूटी पर घूम... राजस्थान में कल होगी पंचायती राज चुनाव... कनहरी हिल के पास चोरी की स्कूटी पर घूम... Green SM India mein pahli bar taxi mei... YouTuber Sourav Joshi Attacked in Utta...
02 Oct 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

કબડી સ્પર્ધામાં ભાયાવદર ની ટીમ નો ભવ્ય વિજય

✍️ Reporter: Vijay Radiya 🗓 02 Oct 2026, 06:50 PM 👁 11
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
સૌરાષ્ટ્ર યુનિવર્સિટી આંતર કોલેજ કબ્બડ્ડી સ્પર્ધામાં ભાયાવદર કોલેજનો ભવ્ય વિજય









સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા આયોજીત આંતર કોલેજ કબ્બડ્ડી સ્પર્ધા (ભાઈઓ)માં શ્રી એચ.એલ.પટેલ આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ એન્ડ શ્રી પી.ટી.માકડીયા લો કોલેજ, ભાયાવદરના ખેલાડીઓએ મેદાન મારીને ભવ્ય વિજય સાથે ચેમ્પિયનશિપ ટ્રોફી પોતાના નામે કરી લીધી છે.
આ કોલેજનો કબ્બડ્ડી ક્ષેત્રે દબદબો વર્ષોથી રહ્યો છે.ભૂતકાળમા પણ આ કોલેજે સળંગ સાતવાર ચેમ્પિયનશિપ પ્રાપ્ત કરીને એક અનોખો રેકોર્ડ બનાવ્યો હતો.જ્યારે છેલ્લા ત્રણ વર્ષથી ટીમ રનર્સ અપ (દ્વિતીય સ્થાન) રહી હતી.આ વર્ષે ખેલાડીઓએ ફરી એકવાર પોતાની ક્ષમતા સાબિત કરીને વિજેતાનું સ્થાન મેળવ્યું છે.

સમગ્ર યુનિવર્સિટીમાં પ્રથમ સ્થાન મેળવી યુનિવર્સિટી ચેમ્પિયન બની ઐતિહાસિક સિદ્ધિ હાંસલ કરી છે.વિધાર્થીઓની આ ઝળહતી સફળતા અને કોલેજનું નામ રોશન કરવા બદલ સર્વોદય કેળવણી મંડળ, ભાયાવદરના મેનેજીંગ ટ્રસ્ટી શ્રી વિપુલભાઈ માકડીયા સાહેબ તથા કોલેજના આચાર્ય ડૉ.કે.એમ. માયાવંશી સાહેબ દ્વારા વિજેતા ખેલાડીઓને તથા કોચ ડૉ.જેનીશ ભોજાણી ને હાર્દિક બિરદાવવામાં આવ્યા હતા.
આ પ્રસંગે મેનેજીંગ ટ્રસ્ટી શ્રી વિપુલભાઈ માકડીયાએ જણાવ્યું હતું કે અમારી કોલેજના વિદ્યાર્થીઓ માત્ર શિક્ષણમાં જ નહીં પરંતુ રમતગમત માં પણ મોખરે રહીને યુનિવર્સિટી કક્ષાએ ચેમ્પિયન બન્યા છે.તે સંસ્થા માટે અત્યંત ગર્વની બાબત છે.પ્રિન્સીપાલ ડૉ.કે.એમ.માયાવંશીએ ખેલાડીઓની સખત મહેનત અને ખેલદિલીના વખાણ કરી ભવિષ્યમાં પણ આવી જ સફળતા મેળવવા માટે પ્રોત્સાહિત કર્યા હતા.
આ તકે સર્વોદય કેળવણી મંડળ ના સમગ્ર ટ્રસ્ટી ગણ બીપીનભાઈ પટેલ ડી.કે.બાપા , સી.એમ.વાછાણી સાહેબ,સી.વી.જાવીયા,જી.ટી.દવે.,વી..વી. સુતરીયા , લલિતભાઈ પટેલઅને કોલેજના સ્ટાફ પરિવારે હાજર રહી વિજેતા વિદ્યાર્થીઓને ઉજ્જવળ ભવિષ્યની શુભેચ્છાઓ પાઠવી પ્રોત્સાહિત કર્યા હતા.આ જીતથી સમગ્ર ભાયાવદર પંથક અને રમતપ્રેમીઓમાં ખુશી નો માહોલ છવાયો છે





રિપોર્ટર વિજય રાડીયા ભાયાવદર
📲Get App