🔥 TRENDING புதுவையில் செவிலியர் கொலை வழக்கில் மேல... देवघर में श्रावणी मेला के लिए उमड़ी श्... હિંમતનગર ગ્રામ્ય પોલીસ સ્ટેશનમાં સરપંચ... Manipur Hosts 38th National Yogasana C... Manipur CM Envisions Yogasana as Globa... Meghalaya Launches 100‑km Cleanliness...
02 Oct 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
વીરમગામ નગરપાલિકાના દ્વારા આયોજિત 12મા તબકકાનો સેવા સેતુ કાર્યક્રમમાં 750 લાભાર્થીઓએ લીધો લાભ

વીરમગામ નગરપાલિકાના દ્વારા આયોજિત 12મા તબકકાનો સેવા સેતુ કાર્યક્રમમાં 750 લાભાર્થીઓએ લીધો લાભ

✍️ Reporter: Gilani Asikali 🗓 02 Oct 2026, 07:00 PM 👁 10
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
અમદાવાદ જીલ્લાની વીરમગામ નગરપાલિકા, દ્વારા પારદર્શી વહીવટી તંત્ર અંતર્ગત નાગરિકોને સરકારી યોજનાઓનો લાભ અને વિવિધ સેવાઓ સ્થળ પર જ મળી રહે તે હેતુથી સેવા સેતુ કાર્યક્રમ નું આયોજન કરવામાં આવ્યું હતું. વીરમગામ ખાતે યોજાયેલા આ કાર્યક્રમમાં આવક જાતિના દાખલા, રેશનકાર્ડ સંબંધિત કામગીરી, આધારકાર્ડ, PMJAY અરજી તથા મફત હેલ્થ ચેકઅપ, સમાજ કલ્યાણ અને આદિજાતિ વિકાસ વિભાગની યોજનાઓ, બસ કન્સેશન પાસ, નિરાધાર વૃદ્ધ પેન્શન સહિતની વિવિધ સેવાઓ ઉપલબ્ધ કરાવવામાં આવી હતી.કાર્યક્રમ દરમિયાન અંદાજે 750 લાભાર્થીઓએ વિવિધ સરકારી સેવાઓનો લાભ લીધો હતો. નાગરિકોને એક જ સ્થળે વિવિધ વિભાગોની સેવાઓ મળતાં કાર્યક્રમને લઈને લોકોમાં સારો પ્રતિસાદ જોવા મળ્યો હતો.
અહેવાલ આસીકઅલી ગીલાણી વીરમગામ
📲Get App