🔥 ट्रेंडिंग સફાઈમિત્રો માટે આરોગ્ય તપાસ શિબિરનું આ... મુન્દ્રામાં ભૂખી નદી પાસે ખુલ્લેઆમ દાર... હિંમતનગર શહેરમાં સ્વચ્છતા અને સમૃદ્ધિ... લેન્ડ ગ્રેબિંગ કાયદા હેઠળ કાર્યવાહી કર... ग्वालियर: अतिथि शिक्षक पर महिला शिक्षि... लुधियाना में कनाडा भेजने के झूठे वादे...
01 अक्टू. 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
स्थानीय

હિંમતનગર બસ સ્ટેન્ડ પર 'એક દિન,એક કલાક,એક સાથે' સ્વચ્છતા અભિયાન યોજાયું..

✍️ रिपोर्टर: Shahbuddin A Shiroya 🗓 01 अक्टू. 2026, 09:54 PM 👁 20
शेयर करें: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

શહેરી વિકાસ વિભાગના જોઈન્ટ સેક્રેટરી જયેશભાઈ પટેલની ઉપસ્થિતિમાં હિંમતનગર બસ સ્ટેન્ડ ખાતે સામૂહિક સ્વૈચ્છિક શ્રમદાન અભિયાન યોજાયું,જેનો ઉદ્દેશ જનજાગૃતિ ફેલાવવાનો હતો..

સાબરકાંઠામાં-:
સ્વચ્છતા પ્રત્યે જનજાગૃતિ અને સામૂહિક જવાબદારીની ભાવનાને વધુ પ્રબળ બનાવવાના હેતુથી "એક દિન, એક કલાક, એક સાથે" અંતર્ગત સામૂહિક સ્વૈચ્છિક શ્રમદાન અભિયાનનું આયોજન કરવામાં આવ્યું હતું. આ અભિયાન હિંમતનગર બસ સ્ટેન્ડ ખાતે શહેરી વિકાસ વિભાગના જોઈન્ટ સેક્રેટરી જયેશભાઈ પટેલની વિશેષ ઉપસ્થિતિમાં યોજાયું હતું..

આ અભિયાન દરમિયાન ઉપસ્થિત અધિકારીઓ,કર્મચારીઓ તથા સ્વયંસેવકો દ્વારા બસ સ્ટેન્ડ અને તેની આસપાસના વિસ્તારમાં સ્વૈચ્છિક શ્રમદાન કરીને સફાઈ કરવામાં આવી હતી.આ પ્રવૃત્તિનો મુખ્ય ઉદ્દેશ સ્વચ્છ અને સુંદર શહેરના નિર્માણ માટે નાગરિકોમાં સ્વચ્છતા અંગે જાગૃતિ ફેલાવવાનો હતો."સ્વચ્છતા એ સૌની જવાબદારી છે" એવો સંદેશ આપવા માટે આયોજિત આ અભિયાનમાં સૌએ ઉત્સાહભેર ભાગ લીધો હતો.આ પ્રકારના સામૂહિક પ્રયાસો શહેરની સ્વચ્છતા જાળવવામાં મહત્વનો ફાળો આપે છે.
📲Get App