🔥 ट्रेंडिंग ಬೀದರ ನ್ಯೂಸ್ भोपाल: डायल-112 ने घर से भटकी 10 वर्षी... जगला की महिलाओं ने जननायक से की मुलाका... सिरसा के धोतड़ गांव में युवा अग्निपथ,... ग्राम सवसा में मुख्य सड़क पर मछली की द... सुल्तानपुर जिला जेल में बंदी ने फांसी...
01 अक्टू. 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
शिक्षा

પાણેથા પ્રાથમિક શાળામાં બાળ વિજ્ઞાન, ગણિત અને પર્યાવરણ પ્રદર્શન યોજાયું

✍️ रिपोर्टर: Divyarajsinh Gohil 🗓 01 अक्टू. 2026, 05:06 PM 👁 14
शेयर करें: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

ઝઘડિયા તાલુકાના પાણેથા ખાતે આવેલી સી.આર.સી. પાણેથાની પ્રાથમિક શાળામાં બાળ વિજ્ઞાન, ગણિત અને પર્યાવરણ પ્રદર્શનનું સફળતાપૂર્વક આયોજન કરવામાં આવ્યું.

ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકામાં આવેલી સી.આર.સી. પાણેથાની પ્રાથમિક શાળા ખાતે બાળ વિજ્ઞાન, ગણિત અને પર્યાવરણ પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રદર્શનનો મુખ્ય ઉદ્દેશ વિદ્યાર્થીઓમાં વૈજ્ઞાનિક અભિગમ કેળવવાનો અને પર્યાવરણ પ્રત્યે જાગૃતિ લાવવાનો હતો.

આ પ્રદર્શનમાં ૧૨(બાર) શાળાઓએ ભાગ લીધો હતો જેમાં ૨૧ (એકવીસ) જેટલી કૃતિઓ પ્રદર્શિત કરવામાં આવી આશરે ૫૦૦ થી વધારે વિદ્યાર્થીઓએ આ પ્રદર્શન નીહાળિયું હતું. આ પ્રદર્શનનો મુખ્ય હેતુ વિદ્યાર્થીઓમાં વૈજ્ઞાનિક અભિગમ, સર્જનાત્મકતા, જિજ્ઞાસાવૃત્તિ, તાર્કિક વિચારશક્તિ તથા પ્રયોગાત્મક જ્ઞાનનો વિકાસ કરવાનો હતો. પ્રદર્શન દરમિયાન વિદ્યાર્થીઓએ વિવિધ વૈજ્ઞાનિક વિષયો પર આધારિત પ્રયોગો, નમૂનાઓ અને શૈક્ષણિક કૃતિઓ રજૂ કરી હતી. વિદ્યાર્થીઓએ પર્યાવરણ સંરક્ષણ, જળસંચય, સ્વચ્છતા, આરોગ્ય, ઊર્જા સંરક્ષણ, ટેક્નોલોજી તથા રોજિંદા જીવનમાં વિજ્ઞાનના ઉપયોગ જેવા વિષયો પર પોતાની પ્રતિભા પ્રદર્શિત કરી હતી.

આ બાળ વિજ્ઞાન પ્રદર્શનમાં ભાગ લીધેલ ૧૨ શાળાઓમાંથી શ્રેષ્ઠ કૃતિ 1 -બ ( મેથેમેટીકલ મોડેલીંગ કમ્પ્યુટેશનલ થીંકીંગ) વિભાગમાંથી પ્રાથમિક શાળા પાણેથા કન્યાની હતી. જેમને સી.આર.સી. કો-ઓર્ડીનેટર દ્વારા પ્રમાણપત્ર આપી બાળ વૈજ્ઞાનિકોને પ્રોત્સાહિત કરવામાં આવ્યા.

કાર્યક્રમના આયોજનમાં સી.આર.સી.પાણેથા, સરપંચશ્રી, શાળાના આચાર્યશ્રી, શિક્ષકગણ,CRC દિલીપસિંહ ધરિયા તથા SMCના સભ્યોનાં સહયોગથી આ કાર્યક્રમ સફળ રહ્યો હતો.


આ પ્રદર્શન વિદ્યાર્થીઓ માટે એક ઉત્તમ શીખવાનો અનુભવ સાબિત થયું. તેનાથી તેમને પ્રાયોગિક જ્ઞાન મેળવવાની અને પોતાની આવડતોને નિખારવાની તક મળી. આ પ્રકારના આયોજનો ભવિષ્યમાં પણ ચાલુ રાખવામાં આવશે.
📲Get App