🔥 TRENDING બગસરા સ્વામિનારાયણ મંદિરે આવતીકાલના કા... ಶೋಷಿತರ ಪರ ಧ್ವನಿಯಾಗುವುದು ಸಾಹಿತ್ಯ: ಡಾ. ಭ... Punjab Signs 38-Year-Old Umesh Yadav t... Punjab Sets New School Timings Effecti... Himanta Biswa Sarma Urges Dhing Voters... Assam: Tea Estate Assistant Manager Ar...
30 Sep 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
Local

દેવગઢ બારિયા: રૂવાબારી મુવાડા ગામના કુવામાંથી અજગરનું સફળ રેસ્ક્યૂ

✍️ Reporter: Sureshkumar Labada 🗓 30 Sep 2026, 02:10 PM 👁 13
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

દેવગઢ બારિયા તાલુકાના રૂવાબારી મુવાડા ગામમાં એક કુવામાં પડેલા અજગરને વન વિભાગ દ્વારા સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવ્યો.

દેવગઢ બારિયા તાલુકાના રૂવાબારી મુવાડા ગામ ખાતે સુરેશભાઈ ભારતભાઈ પટેલ ના કુવામાં અજગર પડી ગયો હોવાની ઘટના બની હતી. સુરેશભાઈ પટેલ દ્વારા આ અંગેની જાણ વન વિભાગને કરવામાં આવતા, વન વિભાગની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી.

વન વિભાગના કર્મચારીઓ અને વન્યજીવ બચાવ ટીમ દ્વારા ભારે જહેમત બાદ કુવામાંથી અજગરને સુરક્ષિત રીતે બહાર કાઢવામાં સફળતા મળી હતી. આ રેસ્ક્યૂ ઓપરેશન દરમિયાન સ્થાનિક લોકો પણ હાજર રહ્યા હતા.

બહાર કાઢવામાં આવેલા અજગરને ત્યારબાદ તેના કુદરતી રહેઠાણમાં સુરક્ષિત રીતે છોડી દેવામાં આવ્યો હતો. આ ઘટનાને પગલે સ્થાનિક લોકોમાં રાહતની લાગણી પ્રસરી હતી.
રિપોર્ટર. સુરેશકુમાર લબડા
📲Get App