🔥 TRENDING Bidar former news किताझोर स्कूल की शिक्षिका सरिता हेम्ब्... વડાલ ખાતે ધારાસભ્ય ભગવાનજીભાઈ કરગટીયાન... Shreya Ghoshal Releases New Independen... Shilpa Rao Says Collaborating with Ani... Char Dham Yatra Resumes in Uttarakhand...
30 Sep 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
Local

ગીર ગઢડા પાસે એસ.ટી બસ અને ટ્રક વચ્ચે અકસ્માત: બેના મોત,ત્રણ ગંભીર..

✍️ Reporter: Shahbuddin A Shiroya 🗓 30 Sep 2026, 03:30 PM 👁 22
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

ગીર ગઢડાના બેડીયા-ખાંભા રોડ પર એસ.ટી બસ અને ટ્રક વચ્ચે થયેલા ગોઝારા અકસ્માતમાં બે લોકોના મૃત્યુ થયા છે અને ત્રણ લોકોની હાલત ગંભીર હોવાનું જાણવા મળ્યું છે..

ગીર ગઢડાના બેડીયા-ખાંભા રોડ પર આજે એક ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. ઝાલોદ-ઉના રૂટ પર જતી એસ.ટી બસ અને એક ટ્રક વચ્ચે ભયાનક ટક્કર થતાં બસનો આગળનો ભાગ સંપૂર્ણપણે કચડાઈ ગયો હતો.આ અકસ્માતમાં બે લોકોના ઘટનાસ્થળે જ મોત નીપજ્યા હતા.અકસ્માતની જાણ થતાં સ્થાનિક લોકો અને પોલીસ ઘટનાસ્થળે દોડી આવ્યા હતા.ઇજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા..

પ્રાથમિક માહિતી અનુસાર ત્રણ લોકોની હાલત અત્યંત નાજુક હોવાનું જાણવા મળ્યું છે.પોલીસે ઘટનાસ્થળે પહોંચી અકસ્માતના કારણોની તપાસ હાથ ધરી છે.આ અકસ્માતને કારણે વાહનવ્યવહાર પણ થોડા સમય માટે ખોરવાયો હતો.
📲Get App