🔥 TRENDING अजगैन-जनसार रोड पर जलभराव के हुआ जाम व... ఎస్ఎంసి కమిటీ ఎలక్షన్స్ Ranbir Kapoor Birthday: 250 Cr Krishra... ఇచ్చోడ: గ్రామసభ ద్వారా ఉపాధి పనులు ఎంప... Actor Nani addresses backlash over sin... Bollywood Hungama Releases New Photo S...
29 Sep 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
અમરેલીના ગોકુળ નગરમાં ‘આંગણ મિલન સેવા’ કાર્યક્રમ યોજાયો: બાળકો, વાલીઓ અને કિશોરીઓએ ઉત્સાહભેર લીધો ભાગ

અમરેલીના ગોકુળ નગરમાં ‘આંગણ મિલન સેવા’ કાર્યક્રમ યોજાયો: બાળકો, વાલીઓ અને કિશોરીઓએ ઉત્સાહભેર લીધો ભાગ

✍️ Reporter: Sodha Gourangbhai 🗓 29 Sep 2026, 11:15 AM 👁 10
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
અમરેલીના ગોકુળ નગરમાં ‘આંગણ મિલન સેવા’ કાર્યક્રમ યોજાયો: બાળકો, વાલીઓ અને કિશોરીઓએ ઉત્સાહભેર લીધો ભાગ

બાળકોના સર્વાંગી વિકાસ માટે આંગણવાડી અને ઘર વચ્ચે સેતુ: અમરેલીમાં વિવિધ શૈક્ષણિક પ્રવૃત્તિઓ સાથે ‘આંગણ મિલન’ સંપન્ન


અમરેલી તા. ૨૮ સપ્ટેમ્બર
અમરેલીના ગોકુળ નગર કોડ નંબર-૨૩૨ ખાતે તાજેતરમાં ‘આંગણ મિલન સેવા’ કાર્યક્રમનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમનો મુખ્ય હેતુ બાળકો, વાલીઓ, કિશોરીઓ અને આંગણવાડી વચ્ચેનું જોડાણ વધુ મજબૂત બનાવવાનો તેમજ બાળકોના સર્વાંગી વિકાસ માટે ઘર અને આંગણવાડી વચ્ચે સહભાગિતાનું ઉત્તમ વાતાવરણ ઊભું કરવાનો હતો. આંગણવાડી કાર્યકર સોનલબેન એન. ખંખાળ તથા આંગણવાડી તેડાગર નીરૂબેન મકવાણાના સંયુક્ત પ્રયાસોથી સમગ્ર કાર્યક્રમ ખૂબ જ ઉત્સાહભેર અને આનંદમય વાતાવરણમાં સંપન્ન થયો હતો.

આ કાર્યક્રમમાં મુખ્ય અતિથિ તરીકે અમરેલી મહિલા મોરચાના સદસ્ય શ્રી વિલાસબેન ખણેસા, પી.ઓ. હીરાબેન, મુખ્ય સેવિકા ખ્યાતિબેન, સુધરાઈ સભ્ય સંગીતાબેન ચાવડા તેમજ અર્બન સેન્ટરના આશા વર્કર જયાબેન પરમાર ખાસ ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમ દરમિયાન ઉપસ્થિત મહાનુભાવોએ બાળકો દ્વારા કરવામાં આવેલી વિવિધ પ્રવૃત્તિઓને રસપૂર્વક નિહાળી હતી અને બાળકો સહિત આંગણવાડી કાર્યકર બહેનોની મહેનતને બિરદાવીને તેમને ભવિષ્ય માટે પ્રોત્સાહિત કર્યા હતા.

વિશેષમાં, કાર્યક્રમ અંતર્ગત ‘કહાની બદલાવકી’, ECCE (અર્લી ચાઇલ્ડહુડ કેર એન્ડ એજ્યુકેશન) આધારિત પ્રવૃત્તિઓ તેમજ કિશોરીઓ માટેની વિવિધ સર્જનાત્મક પ્રવૃત્તિઓ યોજવામાં આવી હતી. ‘કહાની બદલાવકી’ પ્રવૃત્તિ દ્વારા બાળકોની કલ્પનાશક્તિ, સર્જનાત્મકતા અને અભિવ્યક્તિ કૌશલ્યને પ્રોત્સાહન પૂરું પાડવામાં આવ્યું હતું, જ્યારે ECCE પ્રવૃત્તિઓ દ્વારા બાળકોને આનંદમય વાતાવરણમાં શીખવાની ઉત્તમ તક મળી હતી. આ શૈક્ષણિક પ્રવૃત્તિઓમાં બાળકોના વાલીઓએ પણ એટલા જ ઉત્સાહથી ભાગ લઈને પોતાની સક્રિય સહભાગિતા નોંધાવી હતી.
📲Get App