🔥 ट्रेंडिंग લાઠી તાલુકા શાળામાં વાહનોની અવરજવરથી વ... સુરતમાં જમવા બાબતે બોલાચાલી: નાના ભાઈએ... ચાવંડ અને એભલવડ ગામેથી કુલ ૧૮ લીટર દેશ... बागपत: मेरठ हाईवे पर कार-बाइक की भीषण... नए कर लाभ से मराठी‑गुजराती फिल्मों को... मोहित शर्मा को चेन्नई सुपर किंग्स के न...
30 सित. 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
वायरल

પોરબંદરથી મળેલી દીકરી શિવાની... તેના માતા-પિતાની શોધમાં

✍️ रिपोर्टर: Hasmukh Bhoi 🗓 29 सित. 2026, 11:06 PM 👁 56
शेयर करें: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
નમસ્કાર...

તારીખ 24 મે 2024 ના રોજ, પોરબંદરના ભેટકડીવાડી વિસ્તારમાંથી, આશરે 8 વર્ષની એક માસૂમ બાળકી મળી આવી છે.

આ દીકરીનું નામ છે... શિવાનીબેન.

પ્રાથમિક માહિતી મુજબ, તેના પિતાનું નામ અજયભાઈ અને માતાનું નામ શારદાબેન છે. શિવાનીએ જણાવ્યું છે કે તે ગોધરા રેલ્વે પાટા પાસે અથવા ગોલ્ડન ચોકડી પાસે આવેલી ઝૂંપડપટ્ટીમાં રહેતી હતી. તે ગોધરા, મહીસાગર, દાહોદ વિસ્તારની હોવાનું અનુમાન છે.

ઓળખ માટે... શિવાની ગૌર વર્ણની છે અને તેની પીઠ પર ડાબી બાજુ લાછાં નું નિશાન છે.

હાલમાં આ દીકરી સંપૂર્ણ સુરક્ષિત છે. તેને મહીસાગર જિલ્લાના લુણાવાડા ખાતે આવેલી ગવર્મેન્ટ ચિલ્ડ્રન હોમ ફોર ગર્લ્સ, મહીસાગર હોસ્ટેલ બિલ્ડીંગ, સર્કિટ હાઉસની સામે, સંતરામપુર રોડ, લુણાવાડા ખાતે આશ્રય આપવામાં આવ્યો છે.

જો આપ સૌમાંથી કોઈ પણ વ્યક્તિ આ બાળકીને ઓળખતા હોવ... અથવા તેના માતા-પિતા, વાલી-વારસ કે સગા-સંબંધી વિશે કોઈ પણ માહિતી ધરાવતા હોવ, તો માનવતાના ધોરણે આગળ આવવા વિનંતી છે.
📲Get App