Local
ચોરવાડમાં 'સેવા સંકલ્પ અભિયાન' હેઠળ રક્તદાન કેમ્પ યોજાયો, મંથનભાઈ ડાભીએ કર્યું યોગદાન
વડાપ્રધાન નરેન્દ્ર મોદીજીની ૨૫ વર્ષની સેવા યાત્રાને સમર્પિત 'સેવા સંકલ્પ અભિયાન' અંતર્ગત યોજાયેલા રક્તદાન કેમ્પમાં યુવા આગેવાન મંથનભાઈ ડાભીએ થેલેસેમિયા પીડિત બહેન માટે રક્તદાન કરી સેવા કાર્યમાં સહભાગી થયા.
વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીજીની સેવા અને સમર્પણની ૨૫ વર્ષની યાત્રાને ઉજાગર કરતા 'સેવા સંકલ્પ અભિયાન'ના ભાગરૂપે ચોરવાડ ખાતે યુવા એજ્યુકેશન ટ્રસ્ટ દ્વારા એક વિશેષ રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સેવા યજ્ઞમાં ચોરવાડના યુવા આગેવાન અને નગરસેવક મંથનભાઈ ડાભીએ ઉત્સાહભેર ભાગ લીધો હતો.
આ રક્તદાન કેમ્પનો મુખ્ય ઉદ્દેશ્ય થેલેસેમિયા મેજરથી પીડિત શીતલબેન નામની બહેન માટે 'B+' પોઝિટિવ રક્ત એકત્રિત કરવાનો હતો. મંથનભાઈ ડાભીએ પોતાના સાથી કાર્યકર્તાઓ સાથે મળીને આ મહા અભિયાનમાં યોગદાન આપીને જરૂરિયાતમંદ દર્દી માટે જીવનરક્ષક રક્ત પૂરું પાડ્યું હતું.
મંથનભાઈ ડાભી હંમેશા સમાજ સેવાના કાર્યોમાં અગ્રેસર રહે છે. તેઓ યુવાનો માટે પ્રેરણારૂપ વ્યક્તિત્વ ધરાવે છે અને રક્તદાન જેવા ઉમદા કાર્યમાં તેમનું યોગદાન નોંધપાત્ર છે. 'રક્તદાન એ જ મહાદાન અને જીવનદાન છે'ના સૂત્રને સાર્થક કરતા આ કાર્યક્રમમાં અનેક નાગરિકોએ પણ સ્વૈચ્છિક રીતે રક્તદાન કર્યું હતું.