🔥 TRENDING Supreme Court orders Bihar, Jharkhand... Jharkhand High Court orders state to r... Jharkhand Government Announces Strict... ਸਾਡੇ ਵਿਰਸੇ ਦੀ ਸਪਾਟੇ ਡੰਡ ਕੱਢਣ ਦੀ ਪ੍ਰਕਿਰ... Kerala student’s free‑ticket request l... Kerala launches AI-powered dengue earl...
29 Sep 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
Politics

ગાંધીનગર મહાનગરપાલિકા ચૂંટણી: ભાજપના કાર્યકરોને માર્ગદર્શન અપાયું..

✍️ Reporter: Shahbuddin A Shiroya 🗓 28 Sep 2026, 11:55 PM 👁 14
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

ગાંધીનગર મહાનગરપાલિકાની આગામી ચૂંટણીના સંદર્ભમાં ભાજપ દ્વારા આયોજિત કાર્યકર્તા સંકલન સંમેલનમાં અનેક દિગ્ગજ નેતાઓએ હાજરી આપી કાર્યકરોને માર્ગદર્શન આપ્યું..

આજરોજ ગાંધીનગર ખાતે ગાંધીનગર મહાનગરપાલિકાની આગામી ચૂંટણીના સંદર્ભમાં એક મહત્વપૂર્ણ કાર્યકર્તા સંકલન સંમેલન યોજાયું હતું.આ સંમેલનમાં ઉપસ્થિત રહી કાર્યકર્તાઓને ચૂંટણીલક્ષી માર્ગદર્શન આપવામાં આવ્યું..

આ પ્રસંગે પ્રદેશ પ્રમુખ શ્રી જગદીશભાઈ વિશ્વકર્મા, નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવી, કેબિનેટ મંત્રી શ્રી ઋષિકેશ પટેલ, રાજ્યકક્ષાના મંત્રી શ્રીમતી દર્શનાબેન વાઘેલા, સંગઠન મહામંત્રી શ્રી રત્નાકરજી, મહામંત્રી શ્રી અજયભાઈ બ્રહ્મભટ્ટ, ધારાસભ્યો શ્રી અલ્પેશભાઈ ઠાકોર, શ્રીમતી રીટાબેન પટેલ, શ્રી અમિતભાઈ શાહ, ગાંધીનગર મહાનગર ભાજપ પ્રમુખ શ્રી આશિષભાઈ દવે સહિત અનેક સંગઠનના હોદ્દેદારો, ચૂંટણીની જવાબદારી સોંપાયેલા કાર્યકર્તાઓ અને ભાજપના ઉમેદવારો ઉપસ્થિત રહ્યા હતા..

આ બેઠક દરમિયાન આગામી ગાંધીનગર મહાનગરપાલિકાની ચૂંટણીના આયોજન,સંગઠનાત્મક કામગીરીને વધુ સુદૃઢ બનાવવા અને જનસંપર્કને વધુ મજબૂત કરવા અંગે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી અને કાર્યકર્તાઓને જરૂરી માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું.કાર્યકર્તાઓએ સેવા,સંકલ્પ અને સંગઠનની શક્તિ સાથે જનસેવાના કાર્યને વધુ વેગ આપવાનો સંકલ્પ કર્યો. કાર્યકર્તાઓની એકતા, સંગઠનની મજબૂતાઈ અને જનસેવાના સંકલ્પ સાથે ગાંધીનગરના સર્વાંગી વિકાસ માટે સતત કાર્યરત રહેવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી.
📲Get App