🔥 TRENDING नोअमुंडी रोड पर ट्रक पलटा, चालक सुरक्ष... નારાયણી ક્રેડિટ કોર્પોરેટિવ સોસાયટી લિ... Madhya Pradesh records 95.4% of monsoo... Agriculture Minister Shivraj Singh Cho... Car collides with bike, killing two; t... ભરૂચ જિલ્લા પ્રાથમિક શિક્ષણ સંઘના હોદ્...
27 Sep 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
Local

મહેસાણા ડિસ્ટ્રિક્ટ બેંક દ્વારા મહારક્તદાનનું આયોજન, અનેક રક્તદાતાઓએ કર્યું યોગદાન..

✍️ Reporter: Shahbuddin A Shiroya 🗓 27 Sep 2026, 10:28 PM 👁 13
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

સેવા સંકલ્પ અભિયાન અંતર્ગત મહેસાણા ડિસ્ટ્રિક્ટ બેંક દ્વારા આયોજિત મહારક્તદાન કાર્યક્રમમાં અનેક નાગરિકોએ ઉત્સાહભેર ભાગ લઈને રક્તદાન કર્યું..

મહેસાણા ડિસ્ટ્રિક્ટ બેંક દ્વારા 'સેવા સંકલ્પ અભિયાન' હેઠળ એક ભવ્ય મહારક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું. આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં નાગરિકોએ સ્વૈચ્છિક રીતે રક્તદાન કરીને પોતાની સામાજિક જવાબદારી નિભાવી હતી..

આ પ્રસંગે ઉપસ્થિત મહાનુભાવોએ રક્તદાતાઓ દ્વારા કરવામાં આવેલ આ ઉમદા કાર્યને બિરદાવ્યું હતું. તેમણે જણાવ્યું કે રક્તદાન એ મહાદાન છે અને તેનાથી અનેક જરૂરિયાતમંદ લોકોના જીવ બચાવી શકાય છે. સમાજમાં રક્તદાન અંગે વધુ જાગૃતિ ફેલાવવાના ઉદ્દેશ્ય સાથે આ કાર્યક્રમ યોજાયો હતો.ડિસ્ટ્રિક્ટ બેંકની સમગ્ર ટીમને આ સફળ આયોજન બદલ અભિનંદન પાઠવવામાં આવ્યા હતા.રક્તદાતાઓની સેવાભાવના અને અભિયાનની સફળતા બદલ સૌની પ્રશંસા કરવામાં આવી હતી.
📲Get App