स्थानीय
સાબરકાંઠાના સવગઢ ખાતે આંગણ ઉત્સવ કાર્યક્રમ યોજાયો: આંગણવાડી બહેનોને સન્માન,બાળકો સાથે સ્નેહભર્યો સમય વિતાવાયો..
વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસ નિમિત્તે ચાલી રહેલા સેવા અને જનકલ્યાણલક્ષી કાર્યક્રમોના અનુસંધાને હિંમતનગર તાલુકાના સવગઢ ખાતે આંગણ ઉત્સવ કાર્યક્રમ યોજાયો હતો..
સાબરકાંઠાના-:
હિંમતનગર તાલુકાના સવઢ ખાતે નંદઘર-આદર્શ વિદ્યાલયમાં “આંગણ ઉત્સવ” કાર્યક્રમ યોજાયો હતો.વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસ નિમિત્તે ચાલી રહેલા સેવા અને જનકલ્યાણલક્ષી કાર્યક્રમોના અનુસંધાને આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.આ પ્રસંગે ઉપસ્થિત રહી આંગણવાડીના બાળકો સાથે સ્નેહભર્યો સમય વિતાવવામાં આવ્યો તેમજ તેમના ઉજ્જવળ ભવિષ્ય માટે શુભેચ્છાઓ પાઠવવામાં આવી. આંગણવાડી બહેનોને પ્રમાણપત્ર તથા શાલ ઓઢાડી સન્માનિત કરી બાળ વિકાસ અને પોષણ ક્ષેત્રે તેઓ દ્વારા કરવામાં આવી રહેલી મહત્વપૂર્ણ સેવાઓને બિરદાવવામાં આવી..
સરકાર દ્વારા બાળકોના પોષણ,આરોગ્ય,પ્રારંભિક શિક્ષણ અને સર્વાંગી વિકાસ માટે આંગણવાડી કેન્દ્રો મારફતે કરવામાં આવી રહેલી કામગીરીને વધુ વેગ મળે અને બાળકોના ઉજ્જવળ ભવિષ્ય માટે સમાજમાં જાગૃતિ વધે તેવા સંકલ્પ સાથે આ કાર્યક્રમ યોજાયો હતો..
આ પ્રસંગે સરપંચ તસ્કીન તાંબડીયા,લઘુમતી સમાજના તાલુકા પ્રમુખ ફિરોજ કંડીયા,CDPO જાગૃતિ રાવલ,તલાટી નિશા શાહ, પત્રકાર મકસુદ મનસુરી,પૂર્વ ડેલિકેટ ઉસ્માન,પૂર્વ સરપંચ તથા ગ્રામ પંચાયતના સભ્યો સહિત આંગણવાડી બહેનો,બાળકો અને વાલીગણ ઉપસ્થિત રહ્યા હતા.બાળકોનું સ્વસ્થ,સુદૃઢ અને ઉજ્જવળ ભવિષ્ય આપણા સૌની જવાબદારી છે.