🔥 TRENDING Delhi Police Arrest Two DU Students; T... Saras Mela records over Rs 1 crore sal... Three Killed, Two Injured in Car Crash... 18-year-old government college student... Speeding Hyundai i20 Kills One in Delh... Karnataka Man Murdered in Plot Involvi...
26 Sep 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
Local

થાણાપીપળીમાં આંગણવાડી મિલન સેવા સપ્તાહ: બાળકોના પોષણ અને વિકાસ પર ભાર

✍️ Reporter: Samir Bhalodiya 🗓 26 Sep 2026, 03:02 PM 👁 43
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

વંથલી તાલુકાના થાણાપીપળી ગામે આંગણવાડી મિલન સેવા સપ્તાહ નિમિત્તે બાળકોના સ્વાસ્થ્ય, પોષણ અને સર્વાંગી વિકાસ પર કેન્દ્રિત કાર્યક્રમો યોજાયા.

વંથલી તાલુકાના થાણાપીપળી ગામે આંગણવાડી મિલન સેવા સપ્તાહની ઉજવણીના ભાગરૂપે વિવિધ આંગણવાડી કેન્દ્રો ખાતે એક વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં આંગણવાડી કાર્યકરો, બાળકો અને તેમના વાલીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ બાળકોના સ્વાસ્થ્ય, યોગ્ય પોષણ અને તેમના સર્વાંગી વિકાસ અંગે વિસ્તૃત માર્ગદર્શન આપવાનો હતો.

કાર્યક્રમ દરમિયાન બાળકોના શારીરિક અને માનસિક વિકાસને પ્રોત્સાહન મળે તે માટે વિવિધ પ્રવૃત્તિઓનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત, ધાત્રી માતાઓ, કિશોરીઓ અને બાળકો માટે ઉપલબ્ધ પોષણક્ષમ પેકેટનો ઉપયોગ કરીને પૌષ્ટિક અને સ્વાદિષ્ટ વાનગીઓ કેવી રીતે બનાવી શકાય તે અંગે પણ ઉપયોગી માહિતી અને ડેમોન્સ્ટ્રેશન આપવામાં આવ્યું હતું.

આ પ્રસંગે તાલુકા પંચાયત સદસ્ય શ્રી મહેન્દ્રભાઈ દલસાણિયા, ગામના સરપંચ શ્રી અભયભાઈ ડઢાણીયા, સામાજિક ન્યાય સમિતિના સભ્ય શ્રી ગોવિંદભાઈ મકવાણા, ગ્રામ પંચાયતના અન્ય સભ્યો, આંગણવાડી કાર્યકરો, મોટી સંખ્યામાં વાલીઓ અને ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.
📲Get App