🔥 TRENDING Weekend Watchlist: Alia Bhatt’s ‘Don’t... Rajinikanth’s ‘Jailer 2’ to Hit Kerala... મહીસાગર પોલીસ અધિક્ષક સફીન હસન દ્વારા... Nani Responds to 'The Paradise' Critiq... Sara Ali Khan Shares Glimpses of Nidhi... How to Reach Gali Rakab Ganj in Delhi...
26 Sep 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

અમરેલીમાં “સેવાના રંગ, રાષ્ટ્રના સંગ” અંતર્ગત રંગોળી સ્પર્ધા યોજાશે

✍️ Reporter: GAURANG BHAI DHANSUKH BHAI SODHA 🗓 26 Sep 2026, 09:08 AM 👁 10
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
અમરેલીમાં “સેવાના રંગ, રાષ્ટ્રના સંગ” અંતર્ગત રંગોળી સ્પર્ધા યોજાશે

રંગોળી સ્પર્ધામાં તમામ વયજૂથના સ્પર્ધકો ભાગ લઈ શકશે

અમરેલી તા. ૨૫ સપ્ટેમ્બર,૨૦૨૬
ગુજરાત સરકારના રમત ગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ, ગાંધીનગર અને કમિશનરશ્રી યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ કચેરી ગાંધીનગરના ઉપક્રમે તેમજ જિલ્લા યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓની કચેરી અમરેલી દ્વારા “સેવાના રંગ, રાષ્ટ્રના સંગ” અંતર્ગત રંગોળી સ્પર્ધાનું આયોજન કરવામાં આવશે. આ સ્પર્ધામાં વ્યક્તિગત રંગોળી સ્પર્ધા અને ગ્રુપ રંગોળી સ્પર્ધા એમ બે વિભાગો રાખવામાં આવ્યા છે.

સ્પર્ધા માટેની થીમ (૧) વિકસિત ભારત@૨૦૪૭ (૨) મેક ઇન ઇન્ડિયા (૩) જન કલ્યાણકારી યોજનાઓ (૪) રાષ્ટ્રીય પ્રતિક (૫) વિકસિત ભારતનું સ્વપ્ન (૬) સેવા સંકલ્પ અભિયાન (૭) સપ્તધારા વિઝન (૮) આત્મનિર્ભર ભારત વગેરે નક્કી કરવામાં આવી છે, જેમાંથી કોઈ પણ એક થીમ પર રંગોળી તૈયાર કરવાની રહેશે. તેમજ તૈયાર કરવામાં આવતી કૃતિ મૂવેબલ તથા જિલ્લા કક્ષાએ થનાર કાર્યક્રમ દરમિયાન હેરફેરમાં સરળતા રહે અને ડિઝાઇન જળવાઈ રહે તે મુજબ તૈયાર કરવાની રહેશે.

આ સ્પર્ધામાં રંગોળી માત્ર કુદરતી સામગ્રી જેવી કે ફૂલ, માટી, રેતી, ચોખા, બીજ, પાંદડા અને પ્રકૃતિના રંગોનો જ ઉપયોગ કરીને બનાવવાની રહેશે. થર્મોકોલની શીટ, હાર્ડબોર્ડ, પૂંઠું વગેરે ઉપર રંગોળી તૈયાર કરીને લાવવાની રહેશે, ઘરેથી તૈયાર કરીને લાવવાની રહેશે નહીં. વ્યક્તિગત સ્પર્ધામાં કૃતિની સાઈઝ ૧.૫ × ૧.૫ ફૂટ અને ગ્રુપ સ્પર્ધામાં કૃતિની સાઈઝ ૪ × ૪ ફૂટ રાખવાની રહેશે. રંગોળી સ્પર્ધામાં ભણતા ન ભણતા તમામ વય જૂથના સ્પર્ધકો ભાગ લઈ શકશે.

વિજેતા થનાર સ્પર્ધકો માટે આકર્ષક પુરસ્કારો રાખવામાં આવ્યા છે, જેમાં (૧) વ્યક્તિગત સ્પર્ધામાં પ્રથમ ક્રમે આવનારને રૂ. ૫ હજાર (એક વ્યક્તિને), દ્વિતીય ક્રમે આવનારને રૂ. ૩ હજાર (બે વ્યક્તિને) તથા તૃતીય ક્રમે આવનારને રૂ. ૨,૫૦૦ (ત્રણ વ્યક્તિને) પુરસ્કાર આપવામાં આવશે. (૨) ગ્રુપ રંગોળી સ્પર્ધામાં પ્રથમ ક્રમે આવનારને રૂ. ૧૫ હજાર, દ્વિતીય ક્રમે આવનારને રૂ. ૧૦ હજાર તથા તૃતીય ક્રમે આવનારને રૂ. ૭,૫૦૦ પુરસ્કાર આપવામાં આવશે.

આ સ્પર્ધામાં ભાગ લેવા માટે પરિપત્રમાં દર્શાવેલ લિંક https://forms.gle/HXMp86UFKyX6igSn7 પર રજીસ્ટ્રેશન કરવાનું રહેશે. આ તૈયાર કરેલ કૃતિ તા. ૦૩.૧૦.૨૦૨૬ના રોજ સવારે ૧૦:૦૦ કલાકે વિધાનસભા સંકુલ, લાઠી રોડ, અમરેલી ખાતે લાવવાની રહેશે. વધુ માહિતી માટે કચેરીના સંપર્ક નંબર ૦૨૭૯૨ ૨૨૩૫૩૦ પર સંપર્ક કરવો તેમ જિલ્લા યુવા વિકાસ અધિકારીશ્રીની યાદીમાં જણાવવામાં આવ્યું છે.
📲Get App