🔥 ट्रेंडिंग अनाहत सिंह ने आश्चर्यजनक वापसी कर एशिय... ड्यून: प्रॉफेसी सीज़न 2: रिलीज विंडो,... द चाई सीज़न 8: रिलीज़ तिथि और कास्ट अप... दैनिक जगरन ने अक्टूबर 2026 के बॉलीवुड... व्वान बने सिधार्थ मल्होत्रा के 11 वर्ष... સેવા સંકલ્પ અભિયાન અંતર્ગત ગવર્નમેન્ટ...
26 सित. 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
स्थानीय

અંબાજી ભાદરવી પૂનમ મેળામાં ૨,૬૨૫ થી વધુ વિખૂટા પડેલા ભક્તોનું પરિવાર સાથે મિલન..

✍️ रिपोर्टर: Shahbuddin A Shiroya 🗓 26 सित. 2026, 03:15 PM 👁 16
शेयर करें: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

બનાસકાંઠા વહીવટી તંત્રના મુખ્ય કંટ્રોલ રૂમની સતત એનાઉન્સમેન્ટ સેવાથી અંબાજી ભાદરવી પૂનમ મહામેળા-૨૦૨૬ દરમિયાન ૨,૬૨૫ થી વધુ વિખૂટા પડેલા માઇભક્તોનું તેમના પરિવાર સાથે સુખદ મિલન થયું છે..

અંબાજી ખાતે યોજાયેલા ભાદરવી પૂનમ મહામેળા-૨૦૨૬ દરમિયાન બનાસકાંઠા વહીવટી તંત્ર દ્વારા સ્થાપિત મુખ્ય કંટ્રોલ રૂમ દ્વારા પૂરી પાડવામાં આવેલી સતત એનાઉન્સમેન્ટ સેવા અત્યંત ઉપયોગી સાબિત થઈ છે. આ સેવાના કારણે અત્યાર સુધીમાં ૨,૬૨૫ થી વધુ વિખૂટા પડેલા માઇભક્તોનું તેમના પરિવાર સાથે સફળતાપૂર્વક મિલન કરાવવામાં આવ્યું છે..

૨૪ કલાક કાર્યરત રહેલો આ કંટ્રોલ રૂમ માત્ર ખોવાયેલા યાત્રાળુઓને તેમના સ્વજનો સાથે ભેળવવાનું જ કાર્ય નથી કરતો, પરંતુ ખોવાયેલા સામાનની શોધખોળમાં પણ મદદરૂપ થાય છે. આ ઉપરાંત, મંદિર સંબંધિત વિવિધ વ્યવસ્થાઓ અને યાત્રાળુઓને પડતી મુશ્કેલીઓના નિવારણ માટે પણ આ કંટ્રોલ રૂમ એક મહત્વપૂર્ણ સહારો બન્યો છે.મેળા દરમિયાન મોટી સંખ્યામાં આવતા શ્રદ્ધાળુઓની ભીડમાં અવારનવાર બાળકો કે અન્ય સ્વજનો વિખૂટા પડી જતા હોય છે.આવા સમયે કંટ્રોલ રૂમ દ્વારા થતી જાહેરાતો તાત્કાલિક ધોરણે મદદરૂપ થાય છે અને પરિવારના પુનર્મિલનમાં મહત્વનો ભાગ ભજવે છે. આ વ્યવસ્થાએ મેળામાં આવતા લાખો ભક્તોને સુરક્ષા અને સુવિધાનો અનુભવ કરાવ્યો છે.
📲Get App