स्थानीय
અમદાવાદ: કાલુપુર ટંકશાળમાં મકાન ધરાશાયી, ત્રણ યુવકોને બચાવવા રેસ્ક્યુ ઓપરેશન શરૂ..
અમદાવાદના કોટ વિસ્તારમાં કાલુપુર ટંકશાળ નજીક કાળુશાહની પોળમાં એક મકાન ધરાશાયી થયું છે. કાટમાળ નીચે ફસાયેલા ત્રણ યુવકોને બહાર કાઢવા માટે બચાવ કામગીરી શરૂ કરવામાં આવી છે..
અમદાવાદ શહેરના ઐતિહાસિક કોટ વિસ્તારમાં આવેલા કાલુપુર ટંકશાળ પાસેની કાળુશાહની પોળમાં આજે એક રહેણાંક મકાન અચાનક ધરાશાયી થતાં ભારે અફરાતફરી મચી ગઈ હતી. આ દુર્ઘટનામાં ત્રણ વ્યક્તિ મકાનના કાટમાળ નીચે ફસાઈ ગયા હતા..
ઘટનાની જાણ થતાં જ સ્થાનિક તંત્ર અને ફાયર વિભાગની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી.રાહત અને બચાવ કાર્ય શરૂ કરવામાં આવ્યું છે. યુવકોને સુરક્ષિત બહાર કાઢવા માટે યુદ્ધના ધોરણે પ્રયાસો ચાલી રહ્યા છે.આસપાસના રહીશો પણ મદદ માટે દોડી આવ્યા હતા.મકાન ધરાશાયી થવાનું ચોક્કસ કારણ હજુ સુધી જાણી શકાયું નથી.જો કે પ્રાથમિક અનુમાન મુજબ જૂના મકાનની જર્જરિત હાલત જવાબદાર હોઈ શકે છે.આ ઘટનાના પગલે સ્થાનિક લોકોમાં ભયનો માહોલ છે.