Crime
સુરતમાં વ્યાજખોરોનો આતંક: યુવકને ઓફિસમાં બોલાવી નિર્દયતાપૂર્વક માર માર્યો, વીડિયો વાઇરલ
Watch on:
📷 Instagram
સુરતના મોટા વરાછા વિસ્તારમાં વ્યાજખોરીનું કાળું કૃત્ય સામે આવ્યું છે. વ્યાજે લીધેલા નાણાંની પઠાણી ઉઘરાણી કરવા માટે એક યુવકને ઓફિસમાં બોલાવી નિર્દયતાપૂર્વક માર મારવામાં આવ્યો હતો, જેનો વીડિયો વાઇરલ થતાં પોલીસ દોડતી થઈ છે.
સુરત શહેરમાં પોલીસ કમિશનર દ્વારા વ્યાજખોરો સામે કડક કાર્યવાહીના દાવાઓ વચ્ચે મોટા વરાછા વિસ્તારમાં વ્યાજખોરીનું દુષ્કૃત્ય ફરી એકવાર સામે આવ્યું છે. વ્યાજે આપેલા નાણાંની પઠાણી ઉઘરાણી કરવા માટે એક યુવકને તેની ઓફિસમાં બોલાવીને નિર્દયતાપૂર્વક ઢોર માર મારવામાં આવ્યો હોવાની સનસનીખેજ ઘટના બની છે. આ સમગ્ર અત્યાચારનો વીડિયો વાઇરલ થતાં સ્થાનિક ઉત્રાણ પોલીસ પણ તાત્કાલિક દોડતી થઈ છે અને તપાસ શરૂ કરી છે.
પ્રાપ્ત માહિતી અનુસાર, એક વ્યક્તિએ વ્યાજે રૂપિયા લીધા હતા અને સમયસર રકમ ચૂકવી શક્યો ન હતો. આ બાબતે હિસાબ કરવાના બહાને વ્યાજખોરે તેને પોતાની ઓફિસમાં બોલાવ્યો હતો. જેવો વ્યાજે પૈસા લેનાર વ્યક્તિ ઓફિસ પહોંચ્યો કે તરત જ વ્યાજખોર અને તેના મળતિયાઓએ દરવાજો બંધ કરી દીધો અને તેને ઘેરી લીધો.
ત્યારબાદ, ઉઘરાણીના નામે વ્યાજખોરે અને તેના સાગરીતોએ મળીને તે યુવકને એક બાદ એક પાંચ લાફા ઝૂડી દીધા હતા. આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાઇરલ થતાં લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે અને પોલીસની કાર્યવાહી સામે પણ સવાલો ઉઠી રહ્યા છે.