🔥 TRENDING સુરતમાં તાપી નદીમાં ગણપતિ વિસર્જન વખતે... ખેડબ્રહ્માના પાટડીયા ગામના પ્રતિનિધિઓએ... नॉएडा बस अग्निकांड માંગરોળ તાલુકામાં દસ દિવસ બાદ શ્રીજીની... સાબરમતી પોલીસ સ્ટેશન વિસ્તારમાં જાહેર... कमालगंज में भक्ति और परंपरा के साथ हुआ...
25 Sep 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
Crime

સુરતમાં મહિલાઓની ઢાલ બનાવી ગાંજાની હેરાફેરીનો પ્રયાસ, પોલીસની સતર્કતાથી પ્લાન નિષ્ફળ

✍️ Reporter: Dhaval Maheta 🗓 25 Sep 2026, 10:00 PM 👁 10
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

સુરત પોલીસે મહિલાઓને ઢાલ બનાવી માદક પદાર્થોની હેરાફેરી કરતા ડ્રગ્સ માફિયાઓના નવા કીમિયાને ઝડપી પાડ્યો છે. રાંદેર વિસ્તારમાંથી એક યુવતી પાસેથી 10 કિલોથી વધુ ગાંજો ઝડપી પાડવામાં આવ્યો છે.

સુરતમાં ડ્રગ્સ માફિયાઓએ પોલીસથી બચવા અને કોઈના ધ્યાને ન ચઢાય તે માટે મહિલાઓનો ઢાલ તરીકે ઉપયોગ કરવાનો નવો કીમિયો અપનાવ્યો હોવાનો કિસ્સો સામે આવ્યો છે. સામાન્ય રીતે જાહેર સ્થળો કે વાહન ચેકિંગ દરમિયાન મહિલાઓ પર પોલીસ કે સુરક્ષા એજન્સીઓ ઓછી શંકા કરતી હોય છે, જે બાબતનો ગેરફાયદો ઉઠાવીને ગાંજાની હેરાફેરી માટે એક યુવતીને કેરિયર તરીકે સુરત મોકલવામાં આવી હતી. જોકે, પોલીસની સતર્કતાને કારણે તસ્કરોનો આ પ્લાન નિષ્ફળ સાબિત થયો છે.

મળતી વિગતો અનુસાર, સુરતના રાંદેર વિસ્તારમાં આવેલા બેજનવાલા કોમ્પ્લેક્સ પાછળ, કૃષ્ણકુંજ કોમ્પ્લેક્સ નજીક જાહેર રોડ પરથી એક શંકાસ્પદ યુવતીની અટકાયત કરવામાં આવી હતી. પોલીસે તેની સઘન પૂછપરછ અને તપાસ હાથ ધરતાં તે ઓડિશાના ગંજમ જિલ્લાની રહેવાસી 20 વર્ષીય મામલી શંકર બિસોઇ હોવાનું બહાર આવ્યું હતું. યુવતી પાસેથી લીલાશ પડતો ભુખરો વનસ્પતિજન્ય માદક પદાર્થ ગાંજો મળી આવ્યો હતો.

પોલીસે તપાસ દરમિયાન યુવતી પાસેથી 10 કિલો 158 ગ્રામ ગાંજો જપ્ત કર્યો હતો, જેની બજાર કિંમત આશરે રૂ. 5,25,900 થાય છે. આ ઉપરાંત તેની પાસેથી એક મોબાઈલ ફોન અને રોકડા રૂપિયા મળી કુલ રૂ. 5,31,350નો મુદ્દામાલ કબ્જે લેવામાં આવ્યો છે. પોલીસે આ મામલે વધુ તપાસ હાથ ધરી છે.
📲Get App