🔥 TRENDING Pistol Dropped from Drone Recovered in... Three Children Reported Missing in Tib... Devotees Bid Farewell as 10-Day Ganpat... एटा में भारी बारिश के कारण 26 सितंबर क... Jan Ji Display Lights Up Indore on Ana... Youth Stabbed in Shivpuri After Eyes P...
25 Sep 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
Crime

સુરતમાં વીમા પોલિસીના નાણાં અપાવવાના બહાને દોઢ કરોડથી વધુની સાયબર છેતરપિંડી

✍️ Reporter: Dhaval Maheta 🗓 25 Sep 2026, 10:55 PM 👁 10
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

સુરત શહેરમાં વીમા પોલિસીના નાણાં પરત અપાવવાની લાલચ આપી એક નાગરિક સાથે દોઢ કરોડથી વધુની જંગી રકમની સાયબર છેતરપિંડી આચરવામાં આવી છે. આ મામલે સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધી તપાસ હાથ ધરવામાં આવી છે.

સુરત શહેરમાં વીમા પોલિસીના નાણાં પરત મેળવવાની લાલચ આપી એક નાગરિક સાથે 1,50,33,004 (દોઢ કરોડથી વધુ)ની જંગી રકમની સાયબર છેતરપિંડી આચરવામાં આવી હોવાનો ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. વર્ષ 2018 થી 2026 દરમિયાન આયોજનબદ્ધ રીતે આચરવામાં આવેલા આ આર્થિક ગુનામાં ભેજાબાજોએ ફરિયાદી પાસેથી અલગ-અલગ પ્રોસેસિંગ અને ક્લિયરન્સ ચાર્જના બહાને લાખો રૂપિયા પડાવી લઈ કોઈ પણ રકમ પરત ન કરી છેતરપિંડી આચરી હતી. આ સમગ્ર કૌભાંડ મામલે સુરત સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશનમાં BNS તથા આઈટી એક્ટની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે.

વીમા લોકપાલના અધિકારીઓની નકલી ઓળખ ઊભી કરી તપાસ મુજબ, મુખ્ય સૂત્રધાર સુમિતા પાલ નામની મહિલાએ વર્ષ 2018માં ફરિયાદીને વિશ્વાસમાં લઈને અલગ-અલગ કુલ 15 જેટલી વીમા પોલિસીઓ લેવડાવી હતી. ત્યારબાદ પિયુષ રવજીભાઈ દેસાઈએ વીમા લોકપાલના સેક્શન ઓફિસર તરીકે અને રાજીવ શુક્લાએ નવી દિલ્હી વીમા લોકપાલ કાર્યાલયના જોઈન્ટ સેક્રેટરી તરીકેની નકલી ઓળખ આપી સંપર્ક કર્યો હતો.

આ ટોળકીએ અગાઉ લીધેલી તમામ પોલિસીઓના નાણાં પૂરેપૂરા રિફંડ અપાવવાની ખાતરી આપી ફરિયાદીનો સંપૂર્ણ વિશ્વાસ કેળવી લીધો હતો. ત્યારબાદ, પ્રોસેસિંગ ફી, ક્લિયરન્સ ચાર્જ અને અન્ય વિવિધ બહાના હેઠળ ફરિયાદી પાસેથી કરોડો રૂપિયા પડાવી લીધા હતા. જોકે, આખરે ફરિયાદીને છેતરપિંડીનો અહેસાસ થતાં તેમણે તાત્કાલિક પોલીસનો સંપર્ક કર્યો હતો.
📲Get App