🔥 TRENDING Live Panchayat Election Lottery Broadc... ఆదిలాబాద్:విద్యతో పాటు సేవా భావం అలవర్... સુકા ઘાસની ગાંસડી ભરેલી ટ્રક વિજ વાયરે... Complaint By Bhim Army Against Devadur... માંગરોળ પોલીસે યાદગાર સોસાયટીમાંથી જાહ... नगर थाना क्षेत्र के विशनपुर गढ़ी गांव...
24 Sep 2026
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
Crime

સુરતમાં ચોરીની શંકામાં સગીરની હત્યા: સાડા ત્રણ વર્ષથી ફરાર મુખ્ય આરોપી ઝડપાયો

✍️ Reporter: Dhaval Maheta 🗓 24 Sep 2026, 04:25 PM 👁 6
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

સુરતના સચીન GIDC વિસ્તારમાં કાયદાને હાથમાં લઈને 17 વર્ષીય સગીરની ક્રૂર હત્યાના ચકચારી કેસમાં પોલીસે છેલ્લા સાડા ત્રણ વર્ષથી ફરાર મુખ્ય આરોપીને ઝડપી પાડ્યો છે. આ ઘટનામાં ગુનેગારોએ પોલીસને જાણ કરવાને બદલે જાતે જ સગીરને ઢોર માર મારી મોતને ઘાટ ઉતાર્યો હતો.

સુરત શહેરના સચીન GIDC વિસ્તારમાં કાયદાને હાથમાં લઈ એક 17 વર્ષીય સગીરની ચોરીની શંકામાં ક્રૂરતાપૂર્વક હત્યા કરવાના ચકચારી કેસમાં સચીન GIDC પોલીસે સફળતા મેળવી છે. સાપરાધ મનુષ્યવધના ગંભીર ગુનામાં છેલ્લા સાડા ત્રણ વર્ષથી પોલીસને થાપ આપીને નાસતા ફરતા આરોપી સુંદરમ બલવીર સચાન (ઉ.વ.27, મૂળ રહે. કાનપુર, યુ.પી.)ની પોલીસે આખરે ધરપકડ કરી છે. ગુનેગારોએ પોલીસને જાણ કરવાને બદલે જાતે જ સગીરને ઢોર માર મારી ન્યાય માટે મોત આપ્યું હતું. આ ભયાનક ગુનામાં મુખ્ય ભૂમિકા ભજવીને ફરાર થઈ ગયેલો આ ગુનેગાર હવે કાયદાના સકંજામાં આવી ગયો છે.

આ હચમચાવી દેતી ઘટના 9 જુલાઈ 2023ની રાત્રે બની હતી. સવારે રામેશ્વર કોલોની, યશસ્વી સ્કુલ પાસે રોડ પરથી એક લાશ મળી આવી હતી. શરૂઆતમાં અકસ્માતે મોતનો ગુનો નોંધાયો હતો, પરંતુ પોલીસે જ્યારે ઘટનાસ્થળની આસપાસના સીસીટીવી ફૂટેજ ચેક કર્યા ત્યારે હકીકત સામે આવી. રાત્રે આશરે એક વાગ્યે કેટલાક ઇસમો મૃતકને બળજબરીથી પકડીને લઈ જતા જોવા મળ્યા હતા.

પોલીસે તપાસ કરતા મૃતકની ઓળખ 17 વર્ષીય ધીરજ ચુનકવા વર્મા તરીકે થઈ હતી. સીસીટીવી ફૂટેજની મદદથી પોલીસે આ ભેદ ઉકેલ્યો હતો અને હવે આ ગુનામાં સામેલ મુખ્ય આરોપી સુંદરમ બલવીર સચાનની ધરપકડ કરવામાં આવી છે. આ મામલે વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે.
📲Get App