🔥 TRENDING સુરત ક્રાઇમ બ્રાન્ચે જાવેદ શા હત્યાકાં... ખેડબ્રહ્મા તાલુકા પંચાયતના ૩ આમ આદમી પ... સુરતમાં ચોરીની શંકામાં સગીરની હત્યા: સ... સુરતમાં સફાઈ કર્મચારીઓની આઉટસોર્સિંગ ભ... સુરતમાં મલ્ટીલેવલ પાર્કિંગ કાપડના ગોડા... સુરત: ખજોદના કચરાના પહાડનો 6 મહિનામાં...
24 Sep 2026
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
Crime

મહુવામાં જાહેરમાં બાઈક પર સ્ટન્ટ કરતા ત્રણ યુવકો પોલીસની ઝપટમાં

✍️ Reporter: Naqvi Mehendi Hasan 🗓 24 Sep 2026, 03:14 PM 👁 13
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

ગણપતિ ઉત્સવ દરમિયાન કાયદો અને વ્યવસ્થા જાળવવાના ભાગરૂપે મહુવા ટાઉન પોલીસે જાહેરમાં જોખમી સ્ટન્ટ કરતા ત્રણ યુવકોને ઝડપી પાડ્યા છે. તેમની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

મહુવા ટાઉન પોલીસ દ્વારા જાહેરમાં બાઈક પર જોખમી સ્ટન્ટ કરતા ત્રણ ઈસમોને ઝડપી પાડવાની કાર્યવાહી કરવામાં આવી છે. પોલીસ મહાનિરીક્ષક શ્રી આર.વી.અસારી સાહેબ, ભાવનગર રેન્જ, ભાવનગર તથા પોલીસ અધિક્ષક શ્રી નિતેશ પાંડેય સાહેબ ભાવનગર, અને નાયબ પોલીસ અધિક્ષક રીમાબા ઝાલા સાહેબના નિર્દેશ મુજબ ગણપતિ ઉત્સવ નિમિત્તે કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે આવા કૃત્યો કરતા ઈસમો વિરુદ્ધ કડક કાર્યવાહી કરવા સૂચના આપવામાં આવી હતી.

આ સૂચનાના પગલે મહુવા ટાઉન પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સપેક્ટર શ્રી બી.એમ.કરમટા સાહેબના માર્ગદર્શન હેઠળ પોલીસ સ્ટાફ નાઈટ રાઉન્ડ પેટ્રોલિંગમાં હતો. તે દરમિયાન, જાહેર રોડ પર પુર ઝડપે અને બેદરકારીપૂર્વક બાઈક ચલાવી, મનુષ્યની જિંદગી જોખમાય તે રીતે સ્ટન્ટ કરતા ત્રણ યુવકોને પોલીસે ઝડપી પાડ્યા હતા. આ યુવકો ચાલુ એક્ટિવા મોટરસાયકલ પર ચાર સવારીમાં, જેમાં વચ્ચેના બે ઈસમો મોટરસાયકલના વચ્ચેના ભાગે ઊભા રહી પાછળ બેઠેલા ઈસમના સહારે ઊભા રહી સ્ટન્ટ કરતા મળી આવ્યા હતા.

પોલીસે ઝડપી પાડેલા આરોપીઓમાં કુલદિપભાઈ કિશોરભાઈ મકવાણા (ઉં.વ.૨૫), મનોજભાઈ રમેશભાઈ જમોડ (ઉં.વ.૨૦), અને આકાશભાઈ છગનભાઈ શિયાળ (ઉં.વ.૨૦) નો સમાવેશ થાય છે. આ તમામે મહુવા શહેરના રહેવાસી છે. પોલીસે તેમની સામે મહુવા ટાઉન પો.સ્ટે. બી પાર્ટ ગુ.ર.નં. ૧૧૧૯૮૦૩૫૨૬૦૫૯૭/૨૦૨૬ હેઠળ બી.એન.એસ. કલમ ૨૮૧, ૫૪ તથા એમ.વી. એક્ટ કલમ ૧૭૭, ૧૮૪ મુજબ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

આ કાર્યવાહી પોલીસ ઇન્સપેક્ટર શ્રી બી.એમ.કરમટા સાહેબના માર્ગદર્શન હેઠળ પો.સબ.ઇન્સ. શ્રી વી.વી.પરમાર, એ.એસ.આઇ. એન.આર.ડાભી તથા પો.કોન્સ. શંભુભાઇ ડાભી, પો.કોન્સ. કુલદિપસિંહ સરવૈયા, વગેરે સ્ટાફ દ્વારા કરવામાં આવી હતી. જોકે, આ ઘટનામાં એક આરોપી વિજયભાઈ ઉર્ફે લાલો ડોળાસીયા (રહે. કુટીર નિવાસ, જનતા પ્લોટ, મહુવા) પોલીસ પકડથી દૂર છે, જેની શોધખોળ ચાલુ છે.
📲Get App