🔥 TRENDING 19 Indian Sailors Rescued After Two We... Uttar Pradesh CM Yogi Adityanath sets... Three dead as firecracker mishaps spar... Woman Critically Injured as Car Collid... Community Group Constructs New Home fo... IIFA Honors Usha Uthup with Tribute Sh...
09 Nov 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
સુરતના વેસુ વિસ્તારમાં યુવતીની છેડતી મુદ્દે સ્થાનિક લોકોનો રોષ, ભારે હોબાળો
Crime

સુરતના વેસુ વિસ્તારમાં યુવતીની છેડતી મુદ્દે સ્થાનિક લોકોનો રોષ, ભારે હોબાળો

✍️ Reporter: Maheta Dhavalkumar Jitendrabhai 🗓 24 Sep 2026, 08:22 PM 👁 48
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

સુરતના વેસુ વિસ્તારમાં સન આર્કેડ નજીક રિક્ષાચાલક દ્વારા યુવતી સાથે અયોગ્ય વર્તન અને છેડતીના આક્ષેપ બાદ સ્થાનિક લોકો દ્વારા ઉગ્ર વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું.

સુરતના પોશ ગણાતા વેસુ વિસ્તારમાં એક યુવતીની છેડતી થતાં ભારે હોબાળો મચી ગયો હતો. વેસુમાં આવેલા સન આર્કેડ નજીક એક રિક્ષાચાલક દ્વારા યુવતી સાથે અયોગ્ય વર્તન અને છેડતી કરવામાં આવી હોવાના આક્ષેપ સાથે સ્થાનિક લોકો રોષે ભરાયા હતા.

આ ઘટનાની જાણ થતાં જ મોટી સંખ્યામાં લોકો ઘટનાસ્થળે એકત્રિત થઈ ગયા હતા. લોકોના ટોળાએ રિક્ષાચાલકનો વિરોધ કર્યો હતો અને આ કૃત્ય સામે પોતાની નારાજગી વ્યક્ત કરી હતી.

આ ઘટનાના કારણે થોડા સમય માટે વિસ્તારમાં તંગદિલી અને હોબાળાનું વાતાવરણ સર્જાયું હતું. સ્થાનિક લોકો દ્વારા આવા કૃત્યો સામે કડક કાર્યવાહીની માંગ કરવામાં આવી હતી.
📲Get App