🔥 TRENDING Madhya Pradesh Traders Hold 'No UPI Da... Madhya Pradesh Launches ESIC Health Sc... West Bengal CM Suvendu Adhikari Declar... Row erupts over Bengal SIR anomaly as... Mukesh and Anant Ambani pledge investm... Police officer kills sister then commi...
23 Sep 2026
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
Crime

સાબરકાંઠા: પરિણીતાની હત્યાના ગુનામાં પતિની ધરપકડ, ચારિત્ર્ય પર શંકા રાખી કરી હતી હત્યા..

✍️ Reporter: Shahbuddin A Shiroya 🗓 23 Sep 2026, 09:06 PM 👁 10
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

સાબરકાંઠાના જાદર પોલીસ સ્ટેશન વિસ્તારમાં ૨૩ સપ્ટેમ્બર ૨૦૨૬ ના રોજ એક પરિણીતાની હત્યાનો ભેદ ઉકેલાયો છે. પોલીસે તેના પતિની ધરપકડ કરી છે, જેણે પોતાની પત્નીના ચારિત્ર્ય પર શંકા રાખી હત્યા કરી હોવાની કબૂલાત કરી છે..

સાબરકાંઠાના-:
જાદર પોલીસ સ્ટેશન વિસ્તાર હેઠળ આવતા હરીપુરા ગામની સીમમાં ૨૩ સપ્ટેમ્બર ૨૦૨૬ ના રોજ એક ચોંકાવનારી ઘટના બની હતી. ખેડૂતના ખેતરમાં આવેલી ઓરડીમાં રહેતા ૨૬ વર્ષીય સોનીબેન રમેશભાઈ પારધીની લાશ શંકાસ્પદ હાલતમાં મળી આવી હતી. મૃતક સોનીબેન તેમના પતિ રમેશભાઈ કેશરાભાઈ પારધી સાથે રહેતા હતા,પરંતુ ઘટના સમયે તેઓ હાજર ન હતા.મૃતકના ભાઈ મુમાનભાઈ ફોજાભાઈ ગમાર દ્વારા જાદર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી હતી..

ફરિયાદ મુજબ મૃતકના બનેવી રમેશભાઈ પારધીએ પોતાની પત્ની સોનીબેનના ચારિત્ર્ય પર શંકા રાખી મારમારી,ગળું દબાવી હત્યા કરી અને ફરાર થઈ ગયા હતા.આ ફરિયાદના આધારે જાદર પોલીસ સ્ટેશનમાં ભારતીય ન્યાય સંહીતા ૨૦૨૩ ની કલમ ૧૦૩ (૧) મુજબ ગુનો નોંધી તપાસ હાથ ધરવામાં આવી હતી.પોલીસ અધિક્ષક ડો.પાર્થરાજસિંહ ગોહિલના માર્ગદર્શન હેઠળ લોકલ ક્રાઇમ બ્રાન્ચ (LCB) ની ટીમો આરોપીને ઝડપી પાડવા કામે લાગી હતી. LCB સ્ટાફના માણસોએ અલગ અલગ ટીમો બનાવી આરોપીની શોધખોળ શરૂ કરી હતી. દરમિયાન, હ્યુમન સોર્સ દ્વારા મળેલી માહિતીના આધારે પોલીસે દાવડ ખાતે વોચ ગોઠવી હતી. ત્યાંથી આરોપી રમેશભાઈ પારધી (ઉવ. ૩૦, રહે. મંડવાલ, તા. કોટડા છાવણી, જી. ઉદેપુર, રાજસ્થાન, હાલ રહે. હરીપુરા, જાદર) ને ઝડપી પાડવામાં આવ્યો..

પૂછપરછ દરમિયાન આરોપીએ કબૂલાત કરી કે તેણે ૨૨ સપ્ટેમ્બર ૨૦૨૬ ની રાત્રે પોતાની પત્ની સોનીબેનના ચારિત્ર્ય પર શંકા રાખી જમવાનું બનાવવા બાબતે ઝઘડો કર્યો હતો. ત્યારબાદ મારમારી, ગળું દબાવી અને જમીન પર પછાડી મોતને ઘાટ ઉતારી દીધી હતી. પોલીસે આરોપીની ધરપકડ કરી ભારતીય ન્યાય સંહીતા ૨૦૨૩ ની કલમ ૧૦૩(૧) મુજબ કાર્યવાહી કરી વધુ તપાસ માટે જાદર પોલીસ સ્ટેશન સોંપ્યો છે.
📲Get App