🔥 ट्रेंडिंग શ્રી નરેન્દ્ર મોદી સાહેબ ના મુખ્ય મંત્... NH ६१ कल्याण मुरबाड ते सावर्न्या पर्यं... दिल्ली के शालीमार बाग में सड़कों के वि... पुर्णिया में एक महीने के शिशु की मौत,... ग्वालियर के व्यापारियों ने MDR विरोध म... दमोह में विशाल मगरमच्छ सड़क पर आया, रस...
23 सित. 2026
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
स्थानीय

ભરૂચમાં રાજપૂત યુવા સંઘ દ્વારા કાર્યકર્તા ઘડતર અને દીકરીબા સંસ્કાર શિબિરનું આયોજન

✍️ रिपोर्टर: Divyarajsinh Gohil 🗓 23 सित. 2026, 02:54 PM 👁 98
शेयर करें: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

ભરૂચ જિલ્લામાં અખિલ ગુજરાત રાજપૂત યુવા સંઘ દ્વારા કાર્યકર્તા ઘડતર શિબિર અને દીકરીબા સંસ્કાર સિંચન શિબિરનું સફળતાપૂર્વક આયોજન કરવામાં આવ્યું, જેમાં મોટી સંખ્યામાં રાજપૂતો જોડાયા હતા.

અખિલ ગુજરાત રાજપૂત યુવા સંઘ મહિલા સંઘ અને યુવા પાંખ દ્વારા આયોજિત ભરૂચ જિલ્લા ની કાર્યકર્તા ઘડતર શિબિર અને દીકરીબા ના સંસ્કાર નું સિંચન અને સંસ્કૃતિ નુ જતન આ શિબિર જંબુસર ખાતે તારીખ 20 સપ્ટેમ્બર ને રવિવાર ના રોજ સ્વામિનારાયણ મંદિરમાં રાખવામાં આવી હતી. સંસ્થા ના મેનેજિંગ ટ્રસ્ટી માનનીય શ્રી ડૉ જયેન્દ્રસિંહજી જાડેજા સાહેબ ની આગેવાની માં બંને શિબિર ને ભવ્યાતિ ભવ્ય સફળતા મળી છે .
સાથે સાથે દિકરીબા માટે સંસ્કાર નું સિંચન અને સંસ્કૃતિ નુ જતન આ શિબિર મહિલા સંઘ ના પ્રદેશ અધ્યક્ષા બા શ્રી દશરથબા પરમાર ની આગેવાની માં રાખવામાં આવી હતી. લગભગ પંદરસો (1500 ) રાજપૂતો ની હાજરી ખાસ તો દીકરીબા તેમના જીવન માં ક્યારેય અઘટિત પગલું ના ભરે, જીવન માં આવતી તકલીફ કે મુશ્કેલી નો હિંમતભેર સામનો કરી શકે,પિયર માં આદર્શ દીકરા દીકરીબા તરીકે અને સાસરીમાં આદર્શ પુત્રવધૂ તરીકે કુળ ને દીપાવે અને રાજપૂતાણી તરીકે નું ગૌરવ વધારે ,તેવા ઉમદા ભાવ થી દીકરીબા ની શિબિર નું આયોજન કરવામાં આવ્યું હતું.ખાસ તો આપણા દીકરીબા અન્ય જ્ઞાતી માં લગ્ન નો કરે અને જીવન માં કોઈ મુશ્કેલી આવે તો આત્મહત્યા નો કરે અને તકલીફ ને દૂર કરવા પ્રયત્નો કરે તેવી પ્રતિજ્ઞા દીકરીબા ને લેવડાવી . આ કાર્યક્રમ માં માનનીય શ્રી ડૉ જયેન્દ્રસિંહજી જાડેજા સાહેબ, આંતર રાષ્ટ્રીય અધ્યક્ષ માનનીય શ્રી પી.ટી.જાડેજા સાહેબ,આંતર રાષ્ટ્રીય મહા મંત્રી માનનીય શ્રી દિપકસિંહ ઝાલા સાહેબ,પ્રદેશ ના કાર્યકારી અધ્યક્ષ શ્રી મહેન્દ્રસિંહ પરમાર સાહેબ, પ્રદેશ મંત્રી માનનીય શ્રી વિક્રમસિંહ મહારાઉલજી બાપુ સાહેબ, પ્રદેશ મંત્રી શ્રી નટુભા જાડેજા સાહેબ,પ્રદેશ મંત્રી શ્રી જીતેન્દ્રસિંહ વાઘેલા સાહેબ ,ભરૂચ પૂર્વ પ્રમુખ શ્રી જયદીપસિંહ રાજ ,વડોદરા યુવા સંઘ ઉપપ્રમુખ શ્રી રાજેન્દ્રસિંહ રાજ , શ્રી કુલદીપસિંહ સાથે મહિલા સંઘ ના પ્રદેશ કાર્યકારી અધ્યક્ષા બા શ્રી જયશ્રીબા જાડેજા,રાજકોટ પ્રમુખ હિના બા ગોહિલ ,વડોદરા મહિલા સંઘ ના પ્રમુખ બા શ્રી વીરેન્દ્રબા મહારાણા ભરૂચ મહિલા પ્રમુખ રાધાબા જાડેજા . રાજકોટ મહિલા સંઘ અને વડોદરા મહિલા સંઘ, ના કમિટી ના બહેનો પ્રદેશ મંત્રી શ્રી વિજયસિંહ વાઘેલા સાહેબ તથા ભરૂચ પ્રમુખ શ્રી ધર્મવિરસિંહ ભાઈ ની સખ્ત મહેનત સાથે સાથે યુવા પાંખ ના પ્રમુખ શ્રી નયનસિંહ સાથે શ્રી મયુરસિંહ , શ્રી દિપસિંહજી સરવૈયા,શ્રી પ્રદીપસિંહ રાજ, શ્રી વિરાજસિંહજી રાજ,શ્રી મહિપાલસિંહ , શ્રી મિલનસિંહ , શ્રી હરદીપસિંહ સિંધા , શ્રી ડૉ.કરણસિંહ , તથા બહેન શ્રી ધારાબા , શ્રી કિંજલબા સરવૈયા , શ્રી ઉર્વશીબા સરવૈયા , શ્રી નયનાબા ચૌહાણ , શ્રી રેણુકાબા રણા , ચી.દીક્ષાબા ,ચી યાત્રીબા રાજ , શ્રી મનીષાબા યાદવ , જાગૃતિબા રાજ , વૈશાલીબા ચૌહાણ, વૈશાલીબા પરમાર વગેરે ભાઈઓ અને બહેનો એ સખ્ત મહેનત કરી કાર્યક્રમ ને ભવ્યાતિભવ્ય બનાવ્યો .જંબુસર ની અપાર મહેનત થી ટીમ ને અપ્રતિમ સફળતા મળી છે.જે યુવા સંઘ ની સિધ્ધિ ગણાય .દરેક હોદ્દેદારશ્રીઓ ,કાર્યકર્તાઓ , દાતાશ્રીઓ, માતૃ શક્તિ , દીકરીબા અને દીકરાઓ જેઓ હાજર રહ્યા સાથ સહકાર આપ્યો તે સર્વે નો હદય પૂર્વક આભાર.🙏
📲Get App